મોડેલ સ્કૂલને વોટર પ્યોરિફાઈ પ્લાન્ટ અર્પણ કરાયો

રાધનપુર : રાધનપુરમાં ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના સહયોગથી રાધનપુર શાખા દ્વારા રાપરીયા હનુમાન મંદિરની સામે...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:21 AM
Radhanpur News - a water purifier plant is offered to the model school 032125
રાધનપુર : રાધનપુરમાં ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના સહયોગથી રાધનપુર શાખા દ્વારા રાપરીયા હનુમાન મંદિરની સામે આવેલી મોડેલ સ્કૂલમાં વોટર પ્યોરિફાઈ પ્લાન્ટ અર્પણ કર્યો. સ્કૂલમાં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે,ગર્લ્સ હોસ્ટેલમાં 100 બાળાઓ રહે છે. તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને બંને જગ્યાએ વોટર પ્યોરિફાઈ પ્લાન્ટ અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.પરેશભાઈ દરજી, કલ્પેશભાઈ ઠક્કર,કમલેશભાઈ તન્ના, વિજયભાઈ વનજાની,રાજેશભાઈ ઠક્કર, હિતેષભાઇ ઠક્કર તેમજ મોડેલ સ્કૂલના આચાર્ય નેહલભાઈ રાવલ ઉપસ્થિત રહ્યાં હતા.

X
Radhanpur News - a water purifier plant is offered to the model school 032125
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App