તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજમાં 108ની ટીમે સ્થળ પર પ્રસૂતિ કરાવી માતા-બે બાળકોનાં જીવ બચાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજના રસુલપુર ગામે સગર્ભા મહિલાને ડીલેવરી સમયે હાલત લથડતા હોઈ સ્થળ પર 108 ની ટિમ દ્વારા મહિલાને ડીલેવરી કરાવતા ટ્વીન બાળકો હોઈ એક બાળક ગર્ભાશયમાં ઊંધું હોઈ ટિમ દ્વારા સૂઝબૂઝથી ડીલેવરી કરાયા બાદ બાળકનું હદય ન ધબકતા ટિમ દ્વારા સતત 20 મિનિટ સુધી કુત્રિમ શ્વાસ આપી તેને નવજીવન આપવામાં આવતા સમગ્ર પરિવાર અને ગામજનો 108 ના પાયલોટ અને ઇએમટી ની કામગીરીને બિરદાવી હતી.

હારીજ 108 અંબ્યુલન્સને રાત્રે ૯:૦૫ના સમયે સગર્ભા મહિલાને ડીલીવરી માટેનો ઇમરજસી કેશ માટે જાણ થતા પાઇલોટ હેમંત પ્રજાપતિ અને ઇએમટી રાકેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે રસુલપુરા (ગલ્લા) પહોંચ્યા હતા ત્યારે સગર્ભા મહિલાને ટ્વીન બાળક હતા ત્યારે પ્રસૂતિની પીડા અસહ્ય હોઈ હોસ્પિટલમાં ખસેડી શકાય તેમ સ્થળ પર ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થતા ઇએમટી દ્વારા તાત્કાલિક અમદાવાદ ઓફિસ સ્થિત ડોક્ટર સાથે સલાહ સૂચન કરી જરૂરી સારવાર શરૂ કરી ડિલિવરી કરાવી હતી.પરંતુ જેમાં પ્રથમ બાળકની નોર્મલ ડિલિવરી થયા બાદ ઇએમટીએ બીજા બાળકની ડિલેવરીની તૈયારી કરી બીજા બાળકની ડીલેવરી કરાવી હતી પરંતુ બાળક શરીરમા વાઇટલ રેકોર્ડ ( હદયના ધબકાર )ચાલુ ન હોઈ શ્વાસ ન લેતું હોઈ .સતત 15 20 મિનિટ સુધી કુત્રિમ ઑક્સીજન આપીને બાળકનો જીવ બચાવ્યો હતો.અને બન્ને બાળકોને સારી રીતે સારવાર આપી સફળતા પૂર્વક ડિલિવરી કરાવી બાળકો અને માતાને હારીજ ખાતે સીએચસી માં રીફર કર્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે ધારપૂર ખાતે ખસેડયા હતા.

વાનમા નવજાત બાળકને કૃત્તિમ અોક્સિઝન આપીને જીવ બચાવ્યો

બ્રીચ વડે ડિલિવરી કરાવા સિવાય અન્ય ઉપાય ન હતો
એક બાળકની ડીલેવરી બાદ અંદાજિત 15 મિનિટ પછી બીજા બાળકનો પગ બહાર દેખાતા તપાસ દરમ્યાન બાળક ગર્ભાશયમાં ઊંધું હોવાનું માલુમ પડતા બ્રીચ વડે ડિલિવરી કરાવા સિવાય અન્ય ઉપાય ન હોઈ અમદાવાદ સ્થિત ડોક્ટરના માર્ગદર્શન મુજબ સફળતા પૂર્વક ડીલેવરી કરાવી હતી.તેવું એમટી રાકેશભાઈએ જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો