સરસ્વતી તાલુકાના અઘાર ગામે મહિલા સાથે એક શખ્સે જબરજસ્તી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના અઘાર ગામે મહિલા સાથે એક શખ્સે જબરજસ્તી કરી તેણીના મોઢામાં કપડાનો ડૂચો મારી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.આ ઘટનાને એક માસ બાદ તે શખ્સે ફરીથી મહિલાનો હાથ પકડવાની કોશિશ કરી હતી.

અઘાર ગામની મહિલા એકાદ માસ અગાઉ બાવળોની ઝાડીમાં ગઈ હતી તે વખતે ગામનો જ દર્શન નરેશભાઈ તે મહિલા પાસે આવી ખોટી માગણી કરી હતી પરંતુ મહિલા તેને વશ ન થતા તેની સાથે જબરજસ્તી કરી હતી અને તેણીને મોઢામાં કપડાનો ડુચો દબાવી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું પરંતુ મહિલાએ આ બાબતની કોઈને જાણ કરી ન હતી ત્યારબાદ 3 એપ્રિલના રોજ નો ગામમાં મેળો હોવાથી તે મહિલા અને તેમની જેઠાણી બંને જણા બાથરૂમ જવા માટે ગયા હતા તે વખતે તે શખ્શ મહિલાનો હાથ પકડવાની કોશિશ કરતા તેની જેઠાણી આવી જતા તે શખ્સ નાસી ગયો હતો બાદમાં આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે મહિલાએ દર્શન નરેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.