તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાવાડા નજીક દારૂની હેરાફેરી કરતી કાર સાથે એક શખ્સ ઝબ્બે, એક ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેર નજીકથી અનાવાડા રોડ પર વિદેશી દારૂને હેરાફેરી કરતી ઝેન કાર સાથે એક શખ્સ ઝડપાયો જયારે બીજો શખ્સ ફરાર થઇ ગયો હતો તમામ મુદ્દામાલ જપ્ત કરી પાટણ એ ડીવિઝન પોલીસ મથકે પ્રોહિ મુજબ ગુનો નોંધાયો હતો.

પાટણ શહેર નજીક અનાવાડા રોડ ઉપર ઝેન કાર દારૂની હેરાફેરી કરતી હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને શુક્રવાર મધ્યરાત્રી ઝેન કારણ પસાર થઇ રહી હતી તેને રોકી ઇગ્લીંશ દારૂનો બોટલો ન -265 જેની કિ.રૂ.25705 તેમજ ગાડી કિ.રૂ.1 લાખ મળી કુલરૂ . 126205 નો મુદ્દામાલ જપ્ત કયો હતો ગાડીમાથી શખ્શ બલોચ જહાંગીરખાન સુલેમાનખાન રહે.પાટણ ઝડપી પાડ્યો હતો. જયારે બીજો શખ્સ શેખ મહમદ યુનીસ ઉર્ફે રઘુ યુસુફભાઇ રહે.પાટણ ફરાર થઇ ગયો હતો આ બન્ને સામે પાટણ અે ડીવીઝન પોલીસ મથકે પ્રોહી મુજબ ગુનો નોંધયો હતો.

અન્ય સમાચારો પણ છે...