PM કિસાન સમ્માન નિધિ યોજનામાં બે દિવસમાં ઉ.ગુ.માંથી 8373 અરજી આવી

હવે જમીનધારક પતિ-પત્ની અને સગીર બાળકો ખેડૂત કુટુંબ ગણાશે મહેસાણામાં 327, પાટણમાં 483, બનાસકાંઠામાંથી 3504,...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:28 AM
Patan News - 8373 applications were received from the ugc in two days in the funding scheme of pm kisan 032808
ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અન સિમાંત ખેડૂતોને સહાયરૂપ બનવા 100 ટકા કેન્દ્ર સહાયિત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરાઇ છે. જેમાં 2 હેક્ટર સુધી જમીન ધરાવતા લાભાર્થી ખેડૂતને વર્ષે રૂ.6 હજાર ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવશે. જમીનધારક પતિ-પત્ની અને સગીર બાળકોને ખેડૂત કુટુંબ તરીકે ગણવામાં આવશે. આ યોજનામાં ખેડૂતોને રૂ.2 હજારનો પ્રથમ હપ્તો 31 માર્ચ પહેલાં ચૂકવી દેવામાં આવશે. જેને લઇ ખેડૂતોની અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરાઇ છે. પ્રથમ બે દિવસમાં 8373 અરજીઓ આવી છે.

કિસાન સન્માન વિધિ યોજના માટે ઉત્તર ગુજરાતમાંથી બે દિવસમાં કુલ 8373 અરજીઓ આવી છે. જેમાં મહેસાણા જિલ્લાની 327, પાટણ 483, બનાસકાંઠા 3504, સાબરકાંઠા 3594 અને અરવલ્લી જિલ્લાની 504 અરજીનો સમાવેશ થાય છે. આ યોજનાના ધોરણોમાં ફેરફાર કરાયા બાદ એક જ ખાતામાં બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં પતિ- પત્ની અને સગીર બાળકો (18 વર્ષથી નીચેના) દરેક પરિવાર દીઠ રૂ.2 હજાર તેમના બેંક ખાતામાં જમા થશે.

17 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની રહેશે

આ માટે ખેડૂતોએ 8-અ અને 7-12ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા રદ કરેલો ચેક સાથે એકરારનામું આપવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ સાથે ખેડૂત તેની ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે અરજી કરાવી શકશે. તેમજ કોમ્પ્યુટર ઓપરેટરને એન્ટ્રીદીઠ રૂ.20નું મહેનતાણું સરકાર ચૂકવશે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, તા.17 ફેબ્રુઆરી સુધી ખેડૂતે અરજી કરવાની રહેશે. જેથી ત્યાર બાદ ગામે ગામ 3 દિવસ ભરાતી ગ્રામસભામાં તેની બહાલી આપી શકાય.

X
Patan News - 8373 applications were received from the ugc in two days in the funding scheme of pm kisan 032808
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App