તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાકોશી અને ધરમોડા ગામેથી જુગાર રમતા 7 શકુનિ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્માના ધરમોડા ગામની સીમમાંથી પોલીસે રેડ કરી જુગાર રમતા છ શકુનિઓને ઝડપી લીધા હતા. પોલીસે જુગારનો મુદ્દામાલ કબજે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામે સીમ વિસ્તારમાં હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે મંગળવારે રેડ કરી હતી. જેમાં છ શકુનીઓને રોકડ રૂ.14660 સાથે તમામને ઝડપી પાડ્યા હતા. જયારે સિદ્વપુર તાલુકાના કાકોશીમાં રહેતો મનસુરી ઇકબાલભાઇ ઇબ્રાહિમભાઇ તેના અંગત ફાયદા સારૂ જાહેરમાં જુગાર રમાડતો હોવાની બાતમી અાધારે રેડ કરી રોકડ રૂ.1150 અને બે મોબાઇલ કિ.રૂ.1000 શાથે પકડી લેવાયો હતો. પોલીસે બંને કેસના જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ઝડપાયેલા શકુનિ

જોષી જયરામભાઇ ખેતાભાઇ રહે.ચાણસ્મા ,ચંન્દ્રકાન્ત શાંતીલાલ દેવસંગ રહે.ગોખરવા ,મહેબુબમીયા નાથુમીયા સૈયદ રહે.મહેસાણા ,વાશુભાઇ જગ્નનાથ દવે ધરમોડા , પરમાર જીગ્નેશકુમાર રજનીકાન્ત રહે.ચાણસ્મા , સોલંકી અલ્પેશકુમાર પ્રવિણભાઇ રહે.ચાણસ્મા અને મનસુરી ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ રહે.કાકોશી
અન્ય સમાચારો પણ છે...