તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તો પૂછવાના બહાને બાઇક ચાલકને લૂંટનારાને 5 વર્ષની કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક વર્ષ પૂર્વે બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખી માર મારી રોકડ રૂ.51 હજાર અને સોનાનો દોરો મળી રૂ.1.60 લાખની લૂંટ આચરવાના કેસમાં ઊંઝા ચીફ જ્યુડિશિયલ કોર્ટે આરોપીને 5 વર્ષની કેદ અને રૂ.10 હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે બીજા આરોપીને છોડી મૂક્યો હતો.

ut 16 જૂન, 2017ના રોજ બપોરે 1.30 વાગ્યે રાજેન્દ્રસિંહ શંભુજી વાઘેલા ઊંઝાના કંથરાવીથી મણુંદ તરફ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી બાઇક પર આવેલા બે શખ્સોએ બાઇક ઊભું રખાવી રસ્તો ભૂલ્યો હોવાનું કહી રાજેન્દ્રસિંહને ધક્કો મારી જમીન પર પટક્યો હતો. તે કંઇ સમજે તે પહેલાં અા શખ્સોએ તેમના પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રૂ.51 હજાર અને સોનાનો દોઢ તોલાનો દોરો મળી રૂ.1.60 લાખની મત્તા લૂંટી નાસી ગયા હતા. આ અંગે ઊંઝા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પોલીસે પિન્ટુ દિનેશભાઇ નાઇ (રહે.વિસલવાસણા પ્રાથમિક શાળા પાછળ, તા.પાટણ) અને પલક ઉર્ફે પરવેઝ પરસોતમભાઇ ભાવસાર (રહે.પુષ્પમ બંગ્લોઝ, અમદાવાદ)ની ધરપકડ કરી હતી.

આ કેસ ઊંઝા ચીફ જ્યુડિશિયલ જજ હિરેન જે. ઠાકર સમક્ષ ચાલી જતાં એપીપી વિજય બી. બારોટની દલીલો અને તેમણે રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટે પલક ઉર્ફે પરવેઝ પરસોતમભાઇ ભાવસારને 5 વર્ષની કેદ અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે પિન્ટુ નાઇને છોડી મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...