• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan News 400 Forms Distribution On The First Day Of The Process Of Registration Of The Admission Form In Science Colleges 070155

સાયન્સ કોલેજોમાં પ્રવેશ ફોર્મની કાર્યવાહી શરૂ થતા પ્રથમ દિવસે 400 ફોર્મનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 54 બીએસસી સાયન્સ કોલેજોમાં સેમેસ્ટર એકમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા વહેલી સવારથી જ સાયન્સ કોલેજોમાં છાત્રોનો ફોર્મ લેવા માટે ઘસારો જોવા મળ્યો હતો જેમાં પાટણ સાયન્સ કોલેજમાં પ્રથમ દિવસે 400 ફોર્મ વિતરણ થયા હતા.

યુનિવર્સિટી સંલગ્ન 13 જેટલી ગ્રાન્ટેડ અને સરકારી તેમજ 41 સેલ ફાઈનાન્સ બીએસસી કોલેજ આવેલી છે જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ થયા બાદ યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં સેમેસ્ટર-1 માં વિદ્યાર્થીઓ ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટેની કોલેજોને સુચના આપવામાં આવી હોય 13 મે સોમવારથી 54 કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફોર્મ વિતરણ અને ફ્રોમ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તેમજ સેમેસ્ટર-1 ના પ્રવેશમેળવવા ઇચ્છતા છાત્રો છેલ્લા 3 જૂન સુધીમાં ભરેલા અરજીપત્રક જે તે કોલેજમાં જમા કરાવવાના રહેશે ૬ઠ્ઠી જૂનના રોજ કોલેજ દ્વારા પ્રથમ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગત વર્ષે 1638 બેઠકો ખાલી રહી હતી
ગત વર્ષે કુલ 9300 બેઠકો ની સામે માત્ર 7662 બેઠકો જ ભરાઈ હતી.અને 1638 બેઠકો ખાલી રહેવા પામી હતી. ચાલુ વર્ષે પણ ગત વર્ષ જેવું જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે ત્યારે કેટલીક કોલેજો દ્વારા પોતાની કોલેજોમાં વિદ્યાર્થી ને આકર્ષવા માટે લોભામણી લાલચો જેવીકે ફીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...