તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાંથી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની 31 ફિરકી પકડાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શુક્રવારે રાત્રે જીવદયાપ્રેમીઓ, પોલીસ અને વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન કરી પાટણના વેરાઈ ચકલા નજીક વેપારીના એક મકાનમાંથી ચાઇનીઝ દોરી ની 29 ફિરકી પકડી પાડી હતી તેમજ ટ્રેપ ગોઠવીને એક વચેટિયા યુવક પાસેથી બે ફીરકી પકડી હતી એમ કુલ 31 ફિરકીનો જથ્થો પકડ્યો હતો. આ ટીમે ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવી ચાઈનીઝ ફિરકીઓનો જથ્થો પકડ્યો હતો.જેની સામે ફરિયાદ કયા વિભાગના કર્મચારી દાખલ કરાવી શકે છે તે બાબતની કન્ફ્યુઝન દૂર થતાં વનવિભાગે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો છે ફરિયાદ કરવા માટે કર્મચારીને મોકલ્યા છે તેવુ નાયબ વન સંરક્ષક જે.જે રાજપૂતે જણાવ્યું હતું.

દોરીથી મોતના કિસ્સામાં ગુનો પૂરવાર થાય તો 10 વર્ષની કેદ થઇ શકે
શહેરના સરકારી વકીલ અેમ.ડી.પંડ્યાઅે જણાવ્યું કે ચાઇનીઝ દોરી પકડાય તો જાહેરનામા ભંગની કાર્યવાહી થઇ શકે જેમાં અેક-બે વર્ષની સજા થઇ શકે છે. પણ તે દોરીથી કોઇનું ગળું કપાઇ જાય કે મોત થઇ જાય તો ખુન નહી તેવો સાપરાધ મનુષ્યવધનો ગુનો અેટલે કે ઇપીકો કલમ 304 (1) હેઠળ 10 વર્ષ સુધીની સજા દોરીનો ઉપયોગ કરનાર અને વેચનારને તેમની સામે ગુનો પૂરવાર થાય તો સજા થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો