તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ શહેરના 45 લોકેશન પર 282 CCTV કેમેરા સજ્જ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ 45 પોઇન્ટ પર પોલીસ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરાનું ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઓનલાઇન લોકાપર્ણ કર્યું હતું.શહેરમાં હાલ ફક્ત સીસીટીવી શરૂ રાખી મોનીટરીંગ કરવામાં આવશે ટૂંક સમયમાં નિયમો ભંગ બદલ વાહન ચાલકોને ઈ-મેમો આપવાનું શરૂ કરાશે દરેક પોઈન્ટો પર લગાવેલ હાઈ ક્વોલિટી રિઝલ્ટના ત્રણ પ્રકારના સીસીટીવી ઓપરેટથી રાત્રી સમયે વાહનની નંબર પ્લેટ સાથે ડાર્ક ફિલ્મ વાળી ગાડીના ચાલકનો ચહેરો કેદ કરી શકાશે. સીસીટીવી શરૂ થતા હવે શહેરમાં બનતા ગુનાઓના ડીટેક્શનમાં પોલીસને મદદરૂપ થશે.

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં 48 પોઈન્ટો પર 282 કેમેરા લગાવામાં આવ્યા છે. તેના મોનીટરીંગ માટે ડીએસપી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો છે જેમાં શુક્વારે લોકાપર્ણ બાદ મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે અને કન્ટ્રોલ રૂમમાં 15 પોલીસ કર્મચારીઓ દ્વારા 24 કલાક શહેરમાં તમામ હાઇવે રસ્તાઓ અને બજારમાં નજર રાખવાની શરૂઅાત થઇ છે.ત્યારે હાલમાં એસપી અક્ષયરાજ મકવાણા ટ્રેનિંગમાં હોઈ પરત આવ્યા બાદ ગૃહવિભાગની સૂચનામુજબ શહેરમાં વાહન નિયમનના ભંગ બદલ ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવશે તેવું કન્ટ્રોલ રૂમ સુપર વાઇઝર હર્ષ ઠક્કર દ્વારા જણાવ્યું હતું

282 સીસીટીવી કેમેરાના મોનીટરીંગ માટે ડીએસપી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો છે.

શહેરમાં સીસીટીવી અાધારીત નિયમન શરૂ : 24 કલાક 45 પોઈન્ટો પર પોલીસની બાજનજર રહેશે
ટ્રાફિક નિયમનું પાલન નહીં કરો તો હવે ઇ-મેમો ઘેર આવી શકે છે
ત્રણ પ્રકારના કેમેરા લગાવામાં આવ્યા છે

PTZ કેમરા :-
આ કેમેરા 360 ડિગ્રી રાઉન્ડ એટલે કે ચારે બાજુ ફરશે અને ઓ પોઇન્ટ સુધી ઝૂમ કરી વાહન અને ચાલકને જોઈ શકશે

ફિક્સ કેમેરા (સર્વેલન્સ) :- આ કેમેરા એક જ જગ્યાએ સ્થિર રહી તમામ મોમેન્ટ રેકોર્ડ કરશે

ANPR :- આ કેમેરા નાઈટ વિઝન ક્વોલિટી છે જે દિવસે - અને રાત્રે પણ ડાર્ક ફિલ્મ વાળા કાચ હોવા છતાં ગાડીના વાહન ચાલકનો ચહેરો કેદ કરી શકશે,વાહનની સ્પીડ પણ જાણી શકાશે.ઓટોમેટિક વાહનની નંબર પ્લેટ કવર કરશે.

ઈ-મેમો એક વાર નીકળ્યા પછી ડિલીટ નહીં થાય
ઈ-મેમો ઓપરેટિંગ સિસ્ટમમાં કોમ્યુટર બેઠેલા પોલીસ કર્મચારી દ્વારા એક વાર નિયમ ભંગ બદલ મેમો જનરેટ કરી આગળ વેરિફિકેશન માટે મોકલશે અને ત્યાર બાદ વેરિફિકેશન થયા પછી મેમો નીકળશે.આ સિસ્ટમમાં એકવાર મેમો જનરેટ થયા બાદ ડિલીટ કરવાનું ઓપ્શન નથી જેથી વાહન ચાલકને 30 દિવસમાં મેમો ભરવો જ પડશે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરાશે .

ભાસ્કર ન્યુઝ પાટણ

પાટણ 45 પોઇન્ટ પર પોલીસ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરાનું ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઓનલાઇન લોકાપર્ણ કર્યું હતું.શહેરમાં હાલ ફક્ત સીસીટીવી શરૂ રાખી મોનીટરીંગ કરવામાં આવશે ટૂંક સમયમાં નિયમો ભંગ બદલ વાહન ચાલકોને ઈ-મેમો આપવાનું શરૂ કરાશે દરેક પોઈન્ટો પર લગાવેલ હાઈ ક્વોલિટી રિઝલ્ટના ત્રણ પ્રકારના સીસીટીવી ઓપરેટથી રાત્રી સમયે વાહનની નંબર પ્લેટ સાથે ડાર્ક ફિલ્મ વાળી ગાડીના ચાલકનો ચહેરો કેદ કરી શકાશે. સીસીટીવી શરૂ થતા હવે શહેરમાં બનતા ગુનાઓના ડીટેક્શનમાં પોલીસને મદદરૂપ થશે.

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં 48 પોઈન્ટો પર 282 કેમેરા લગાવામાં આવ્યા છે. તેના મોનીટરીંગ માટે ડીએસપી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો છે જેમાં શુક્વારે લોકાપર્ણ બાદ મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે અને કન્ટ્રોલ રૂમમાં 15 પોલીસ કર્મચારીઓ દ્વારા 24 કલાક શહેરમાં તમામ હાઇવે રસ્તાઓ અને બજારમાં નજર રાખવાની શરૂઅાત થઇ છે.ત્યારે હાલમાં એસપી અક્ષયરાજ મકવાણા ટ્રેનિંગમાં હોઈ પરત આવ્યા બાદ ગૃહવિભાગની સૂચનામુજબ શહેરમાં વાહન નિયમનના ભંગ બદલ ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવશે તેવું કન્ટ્રોલ રૂમ સુપર વાઇઝર હર્ષ ઠક્કર દ્વારા જણાવ્યું હતું

45 પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ
શહેરમાં કેમેરા દ્વારા 24 કલાક બનતી તમામ મોમેન્ટ પર બાજ નજર રાખવા માટે 24 કલાક આ કન્ટ્રોલરૂમ શરૂ રહેશ. તેને ઓપરેટ કરવા કુલ પાટણના 45 પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ છે સીફ્ટ પ્રમાણે ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો