Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
CAA ના સમર્થનમાં અભિનંદન આપતા 25000 પોસ્ટકાર્ડ વડાપ્રધાનને મોકલાયા
નાગરિકતા સંશોધન કાયદાના જનજાગૃતિ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં ભાજપના કાર્યકરોના લોક સંપર્ક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા પત્રો લખવામાં આવ્યા હતાતમામપત્રોએકત્રકરીસોમવારેપાટણમાં25000પત્રો સાથે રેલી કાઢી હેડ પોસ્ટ ઓફિસ માં સુપ્રત કરવામાં આવ્યા હતા.
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન મા પાટણ તાલુકાના 61 ગામોમાંથી લોકો ની સહીઓ અને અભિનંદન આપતા 25000 પત્રો સાથે પાટણના જુનાગંજ બજારમાંથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં દેશ કે ગદ્દારો કો ગોલી મારોસાલોકો ના સૂત્રોચાર કરવામાં આવ્યા હતા બાદમાં તમામ પોસ્ટ કાડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટમાસ્તર ને સુપ્રત કરવામાં આવ્યા હતા રેલીમાં પ્રદેશ ભાજપ મંત્રી કે સી પટેલ પ્રભારી મયંક નાયક જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ ભરતભાઈ રાજગોર મુકેશ પટેલ કિશોર મહેશ્વરી સ્નેહલ પટેલ ભાવેશ પટેલ લવિંગજી સોલંકી વિનયસિંહ ઝાલા ડી.વી ઠાકોર સુરેશ ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા.