તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

172 મહેસુલી કર્મીઓ હડતાલ પર ઉતરતા 100 રેવન્યુ તલાટીઓએ કાર્યભાર સંભાળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓઅે બુધવારે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે હડતાલને લઇ કામગીરી પર અસર ન પહોંચે તે માટે 100 રેવન્યુ તલાટીઓને મહેસૂલી કામગીરી સોંપવામાં આવતાં મહેસુલી કચેરીઅોમાં મહત્વની કામગીરીઓ અટકી પડી હતી.

જિલ્લામાં મહેસૂલી વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને કારકુન મળી 172 કર્મચારીઓ સોમવારથી ૧૩ જેટલી પડતર માંગણીઓ માટે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે અને કલેક્ટર કચેરી ખાતે દિવસે ધરણાં પ્રદર્શન કરી સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મહેસુલી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કલેકટર,પ્રાંત ,મામલતદાર, કચેરીઓમાં મહેસુલ વિભાગની જમીન નોંધણી ,ઈધરા ,મધ્યાહન ભોજન વિતરણ સહીતની મહત્વની કામગીરીઓ ન અટવાઈ પડે તે માટે કલેકટર દ્વારા રેવન્યુ તલાટીઓને આ ટેબલોનો કાર્યભાર સોંપાયો છે.

રેવન્યુ તલાટીઓ અમારાથી નારાજ છે
મહેસુલી કર્મચારી મંડળના જિલ્લા પ્રમુખ લાલજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રેવન્યુ તલાટીઓને પંચાયત કેડરમાં ગણવામાં આવે અને મહેસુલી વિભાગમાં નાયબ મામલતદાર માં બઢતીમાં 1 : 1 નો રેશિયો દૂર કરવામાં આવે તેવી બે માંગણીઓ રેવન્યુ તલાટીઓ વિરુદ્ધની હોઇ તેઓ નારાજ છે.જોકે તલાટીઅો સામાન્ય રજીસ્ટ્રેશન અને ઇમરજન્સી કામગીરી જ કરી શકશે. જોકે રેવન્યુ રેવન્યુ તલાટી મંડળ ( સૂચિત ) પ્રમુખ અર્જુનસિંહ રાજપૂતે નારાજગીથી કામગીરી સંભાળ્યાની વાતને નકારી કાઢી હતી અને વહીવટી સરળતા માટેજ કામ કરી રહયા છીઅે તેવું સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...