વારાહીમાં એક જ રાતમાં બે શાળામાં 12 હજારની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | વારાહી બસસ્ટેન્ડ પાસે અાવેલ સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળાના ઓરડાનું પતરૂ તોડી ગેસનો બાટલો કિંમત રૂ. 3000, ગેસની સગડી રૂ.1500 તથા પંખો નંગ 1 રૂ. 1200 મળી રૂ. 5700ની ચોરી થયેલ છે જ્યારે વારાહી પ્રાથમિક શાળા નં-3માંથી ઘઉં ચોખા ચણા તુવેર દાળ તથા તેલ મળી રૂ. 6780ની ચોરી થયેલ છે. જે અંગે સાર્વજનિક શાળાના મલેક હુસેનખાન હાજીખાન અને પ્રાથમિક શાળા નં-3ની મલેક રાજુબેન દિલાવરખાને ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...