તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લાના એપ્રેન્ટીસ ભરતી મેળામાં 224 ઉમેદવારો પૈકી 112ની પસંદગી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાલિસણા આઈટીઆઈમાં ભરતીમેળાનું આયોજન કરાયું જિલ્લાના નોડલ અધિકારી અને આઈટીઆઈ પાટણના આચાર્ય કુ. એમ.કે. પ્રજાપતિના માર્ગદર્શન તથા આઈટીઆઈ બાલિસણાના આચાર્ય સી.બી. ઝાલાના પ્રયાસોથી પાટણ જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો આઈટીઆઈ બાલિસણા ખાતે યોજાયો હતો. જેમાં હાજર 224 ઉમેદવારો પૈકી 112ની પસંદગી કરાઇ હતી.

જેમાં આઈટીઆઈ પાસઆઉટ ટ્રેડ ફીટર, આરએફએમ, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, શીટમેટલ વર્કના કુલ 224 ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જોન્સન કંટ્રોલ- હિટાચી એર કંડીશનિંગ ઈ.લી. કંપની દ્વારા 112 ઉમેદવારોની એપ્રેન્ટીસ માટે પ્રાથમિક પસંદગી કરાઇ હતી. આ ભરતી મેળામાં કંપનીના અધિકારીઓ તથા આઈટીઆઈના ફોરમેન પી.જી.પટેલ, પી.એમ.પટેલ તથા એપ્રેન્ટીસ એડવાઇઝર જી.જી. પટેલ, પી.આર.ચૌધરી, એ.એ.પટેલ તેમજ સ્ટાફે હાજર રહી સફળ બનાવ્યો હતો.

બાલિસણા આઈટીઆઈમાં ભરતીમેળાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો