તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત સન્માન નિધી યોજનામાં ઉત્તર ગુજરાતના 10.98 લાખ ખેડૂત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડૂત સન્માન નિધી યોજનામાં ઉત્તર ગુજરાતના 10.98 લાખ ખેડૂત ખાતેદારોને આવરી લેવાનો તંત્રએ અંદાજ મુક્યો છે. જે અંતર્ગત 8 લાખ પૈકી ફાઇનલ થયેલા 7.81 લાખ જેટલા ખેડૂતોને યોજના અંતર્ગત રૂ.2 હજારનો પ્રથમ હપ્તો આગામી 24 ફેબ્રુઆરીથી ચૂકવવામાં આવશે. જો કે, હજુ ઉત્તર ગુજરાતમાંથી 2.98 લાખ ખેડૂતો અરજી કરશે તેવો તંત્રનો અંદાજ છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, 20 ફેબ્રુઆરી રાત્રે 12 વાગ્યા સુધીમાં જે અરજીઓ ફાઇનલાઇઝ થઇ છે તે તમામ ખેડૂતોને પ્રથમ તબક્કામાં આગામી 24 ફેબ્રુઆરીએ રૂ.2 હજારનો પ્રથમ હપ્તો ખેડૂતના બેંક ખાતામાં જમા કરાવવાની તજવીજ હાથ ધરાશે. જે મુજબ 5 જિલ્લાના 781596 ખેડૂતોને પ્રથમ હપ્તો ચૂકવાશે. જો કે, હજુ અરજી સ્વિકાવાનું શરૂ હોઇ બાકી રહેતાં ખેડૂતોને 24 મી બાદ રૂ.2 હજારનો પ્રથમ હપ્તો ચૂકવાશે. બીજી બાજુ મહેસાણામાંથી 1.23 લાખ, પાટણમાંથી 73 હજાર, બનાસ કાંઠામાંથી 48 હજાર, સાબરકાંઠામાંથી 32 હજાર અને અરવલ્લીમાંથી 10 હજાર ખેડૂત ખાતેદારો અરજીઓ કરવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...