Home » Uttar Gujarat » Latest News » Patan » Water Closure For 15 Days In Lotia And Thikariya Village of Radhanpur

રાધનપુરના લોટીયા અને ઠીકરીયા ગામમાં 15 દિવસથી પાણી બંધ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:35 AM

ભાભરથી આવતી પાઇપલાઇન ચોકઅપ થઇ જતાં પાણી બંધ થઇ ગયુ

  • Water Closure For 15 Days In Lotia And Thikariya Village of Radhanpur
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પાટણ: રાધનપુર તાલુકાના લોટીયા અને ઠીકરીયા ગામમાં પંદર દિવસથી પાણી મળતું ન હોવાથી ગ્રામજનોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. રાધનપુર પાણી પુરવઠા યોજનાની છેલ્લા ત્રણ વર્ષથી પાઈપ લાઈન નાખવામાં આવેલી છે. પરંતુ તેને કનેક્શન આપ્યું ન હોવાથી પાઇપલાઇન શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.


    લોટીયા અને ઠીકરીયા ગામ ભાભર અને રાધનપુર તાલુકાની વચ્ચેના બોર્ડર પર આવેલા ગામ છે. આ બંને ગામોમાં હાલમાં ભાભર પાણી પુરવઠા પાઇપ લાઇન ચોકઅપ થઇ ગયેલી હોવાથી પંદર દિવસથી પાણી બંધ થઈ ગયું છે. બીજી બાજુ આ બંને ગામો દૂરના અંતરે આવેલા હોવાથી પાણી પુરતા પ્રમાણમાં પહોંચતું નથી. રાધનપુર પાણી પુરવઠા યોજના દ્વારા બંને ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની પાઇપલાઇન નાંખેલી છે. પરંતુ કનેક્શન આપ્યું ન હોવાથી ગ્રામજનોને રાધનપુર પાણી પુરવઠા યોજનાનું પાણી મળતું નથી.


    બીજી બાજુ લોટીયા ગામમાં એક મહિના અગાઉ નવીન ટ્યુબવેલ બનાવ્યો પરંતુ તેમાં મોટર કે લાઈટ કનેક્શન જોડ્યું ન હોવાથી આ ટ્યુબવેલ પણ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. સોમવારે બંને ગામના આગેવાનો રાધનપુર પ્રાંત કચેરી ખાતે આ બાબતે રજૂઆત કરવાનાં છે. જ્યારે રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ બધીબેન રામાભાઇ આહિર દ્વારા આ બાબતે પાટણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, અમારે માટે ખારું પાણી મીઠાં બરાબર પણ પાણી મળવું જોઈએ....

  • Water Closure For 15 Days In Lotia And Thikariya Village of Radhanpur
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    અમારે માટે ખારું પાણી મીઠાં બરાબર પણ  પાણી મળવું જોઈએ


    લોટીયા ગામના આગેવાન બાજુજી પસાજી ઠાકોરે જણાવ્યુ કે છેલ્લા પંદર દિવસથી ગામમાં પાણી આવતું નથી ભાભર લાઇનમાંથી આવતું પાણી પણ ખારૂં અને મીઠું મિક્સ કરીને અપાતું હતુ. પરંતુ અમારા માટે તો ખારૂં અને મીઠું બધું બરાબર છે પાણી મળે એટલે બસ હાલમાં ગામના લોકો સીમ વિસ્તારમાંથી તેમજ પાણવી અને ચલવાડા વચ્ચે આવેલા આશ્રમ પરથી પસાર થતી લાઇનમાંથી ટ્રેક્ટરો મારફતે પાણી લાવે છે.

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, ટેન્કર શરૂ કરવામાં આવ્યા....

  • Water Closure For 15 Days In Lotia And Thikariya Village of Radhanpur

    ટેન્કર શરૂ કરવામાં આવ્યા


    આ અંગે રાધનપુર પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ડી. પી ચૌધરી એ જણાવ્યું કે ભાભર પાઇપલાઇન ચોકઅપ થઈ ગયેલી હોવાથી પાણી બંધ થયું હતું.જેને પગલે શુક્રવારથી ટેન્કરો શરૂ કર્યા છે પરંતુ શનિવારે સાંજથી લાઇન શરૂ થઇ હોવાના મેસેજ મળ્યા છે રાધનપુરની પાઇપલાઇનને કનેક્શન આપવા માટેની રજૂઆત મળી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ