પાટણમાંથી ચોરેલા 9 એક્ટીવા અને 2 બાઇક સાથે બે ઝડપાયા

Two arrested with 9 activa and 2 bikes stolen from Patan
Bhaskar News

Bhaskar News

Sep 11, 2018, 02:39 AM IST

પાટણ: પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી પાટણની બહાર નિકળતા રસ્તાઓ ઉપર ખાસ પેટ્રોલીંગ રાખવા સુચનાથી પાટણ બી ડીવીઝન પોલીસની ટીમે શિહોરી ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતા. તે વખતે બાતમી આધારે અઘાર તરફથી અેક એકટીવાને રોકીને તેના પર સવાર બે શખ્સોને પકડી તેની પુછપરછમાં 9 એકટીવા અને 2 બાઇક મળી કુલ 11 વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો.


પાટણ બી ડીવીઝન પીઆઇ ડી.એચ.ઝાલા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.કે.ઝાલા, શૈલેષ, હર્ષદભારથી, ફરહાનભાઇ, વનરાજસિંહ, અલુભા, જીતેન્દ્રકુમાર સહિત પોલીસ કર્મચારીની ટીમને મળેલ બાતમી આધારે શિહોરી ત્રણ રસ્તા નજીક એક્ટીવા જીજે 24 એલ 8593 ઠાકોર કરણસંગ વિનુભા અને ઠાકોર ભરતજી અહજીજી રહે.અઘારને પકડી પાડીને વધુ પુછપરછ કરતા પાટણ સીટીમાંથી એક્ટીવા 9 અને બાઇક 2 મળી કુલ 11 વાહન ચોરી કરી હતી. તેવું પીએસઆઇ વાય.કે.ઝાલા જણાવ્યુ હતું. (અહેવાલ- મૌલિક દવે)

X
Two arrested with 9 activa and 2 bikes stolen from Patan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી