મેળોજ પાસેથી પિસ્તોલ, બે બંદુક અને 20 કારતુસ સાથે સિદ્વપુરનો શખસ પકડાયો

આરોપીને કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસના રિમાન્ડ મંજૂર

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 11:14 PM
Siddhpur Youth Caught With Two Guns And 20 Cartridges

પાટણ: સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામ નજીક સીમ વિસ્તારમાં આવેલા સૈયદ ફાર્મ હાઉસ પર એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે છાપો મારીને રૂપિયા 52 હજારના ગેરકાયદેસર હથિયારો સાથે સિદ્ધપુરના શખસને પકડી પાડયો હતો. તેની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ બે બંદૂક અને 20 કારતૂસ જપ્ત કર્યા હતા.


સિદ્ધપુરના મેળોજ નજીક સીમ વિસ્તારમાં આવેલા સૈયદ ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર હથિયારો સંતાડવામાં આવ્યા હોવાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાટણને બાતમી મળતાં પી.આઈ જે.જી.ચાવડા, પીએસઆઇ જે.બી બુડિયાએ તેમની ટીમ સાથે શુક્રવારે મોડી સાંજે 7: 15 કલાકે બાતમી આધારે સૈયદ ફાર્મ હાઉસ પર છાપો મારીને જમીનમાં દાટેલી પાણીની સિમેન્ટની પાઈપમાં આગળના ભાગે પ્લાસ્ટિકનું બૂચ મારી તેમાં સંતાડેલા ગેરકાયદેસર હથિયારો પકડી પાડયા હતા.

જેમાં રૂપિયા 30 હજારની ઓટોમેટિક પિસ્તોલ, તેના 7 કારતૂસ પિસ્તોલનું 1 ખાલી મેગેઝિન રૂપિયા 20 હજાર, બે બંદૂક અને બંદુકના 13 કારતૂસ મળી કુલ રૂ.52.500ના મુદ્દામાલ સાથે સિદ્ધપુરના ફરીદમીયા ઉર્ફે મોટું ઝુંબેરમીયા સૈયદને પોલીસે પકડી શનિવારે સિદ્ધપુર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ અંગે એસઓજી પીએસઆઈ જે.બી.બૂબડીયાએ જણાવ્યું કે પકડાયેલા ફરીદમીયા સૈયદની પૂછપરછ કરતાં જણાવ્યું છે કે તેમને અગાઉ તેમના કાકા મયુરીદ્રીન સાથે ઈરાની છાપરાની જમીન બાબતે માથાકૂટો થયેલી હોવાથી તેઓ હથિયાર પાસે રાખતા હતા.

X
Siddhpur Youth Caught With Two Guns And 20 Cartridges
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App