પાટણની પટેલ છાત્રા વુમન્સ ક્રિકેટ એકેડમી ઓફ ઈન્ડિયામાં પસંદગી

પાટણ પાયોનિયર સ્કૂલ ઑફ સાયન્સની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ક્રિકેટમાં સફળતા લઇને સન્માન કર્યુ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 02:11 AM
Patans Student Selected Womans Cricket Academy of India
પાટણ: પાટણ નજીક આવેલ કે.સી.પટેલ વિદ્યા સંકુલ સંલગ્ન પાયોનિયર સ્કૂલ ઑફ સાયન્સની ભૂતપૂર્વ વિદ્યાર્થિની કક્ષિતા રણછોડભાઈ પટેલ રહે. પાટણની વુમન્સ ક્રિકેટ એકેડમી ઑફ ઈન્ડિયામાં પસંદગી પામી આગામી 30 એપ્રિલ દરમ્યાન નેપાળ સામે ભારત તરફથી રમાનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે. જ્યાં ટી-20 ની 3 મેચ અને 3 વન-ડે ટુર્નામેન્ટ રમાનાર છે. હાલમાં શંખેશ્વર કોલેજમાં ફાર્મસી અભ્યાસ કરે છે. જે બદલ સંસ્થાના ચેરમેન કે.સી.પટેલ, ટ્રસ્ટી વિકાસભાઈ, વિવેકભાઈ, હેમંતભાઈ તન્ના, આર.સી.પટેલ અને શાળાના પ્રિન્સીપાલ નરસિંહભાઈ, વા.પ્રિ. હિતેન્દ્રભાઈ પટેલ અને તમામ સ્ટાફ મિત્રોએ શાલ ઓઢાડીને તેને ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Patans Student Selected Womans Cricket Academy of India
X
Patans Student Selected Womans Cricket Academy of India
Patans Student Selected Womans Cricket Academy of India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App