Home » Uttar Gujarat » Latest News » Patan » patan mp liladhar vaghela statement for banaskantha seat of loksabha for general election 2019

પાટણના MP લીલાધર વાઘેલાએ કહ્યું, હરીભાઈને કહીશ હું બનાસકાંઠાથી ચૂંટણી લડીશ

Divyabhaskar.com | Updated - Jul 22, 2018, 07:13 PM

ભાજપ અને કોંગ્રેસે લોકસભા 2019ની તૈયારીઓ શરૂ, લોકસભા લડવા માટે થનગનતાં ઉમેદવારો પોતાની સીટને સુરક્ષિત કરવામાં લાગી ગયા

  • લીલાધર વાઘેલા દિગ્ગજ રાજકારણી,પીઢ નેતા તેમજ ઠાકોર સમાજના પ્રભાવશાળી અગ્રણી

    પાટણ / પાલનપુર: ભાજપ અને કોંગ્રેસે લોકસભા 2019ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે લોકસભા લડવા માટે થનગનતાં ઉમેદવારો પોતાની સીટને સુરક્ષિત કરવામાં લાગી ગયા છે. પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ એક નિવેદન કરીને સાંસદ હરીભાઈ ચૌધરીને લોકસભા ચૂંટણી ન લડવા કહેતા હોય તેમ કહ્યું હતું કે, હરીભાઈને કહીશ કે તમે રહેવા દો મને બનાસકાંઠામાંથી ચૂંટણી લડવા દો. મારી ઈચ્છા બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાની છે અને મારો હક છે.


    વિધાનસભા માટે દીકરાને ટિકિટ અપાવવા જીદે ચડ્યા હતા વાઘેલા


    પાટણના સાંસદ લીલાધર વાઘેલા અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પોતાના દીકરાને ચૂંટણી લડવા ટિકિટ અપાવવા જીદે ચડ્યા હતા અને ટિકિટ ન મળે તો પાર્ટી છોડવાની ધમકી સુધ્ધા આપી ચૂક્યા હતા પરંતુ ભાજપ હાઈકમાન્ડ ટસનું મસ થયું ન હતું અને વાઘેલાએ પોતાની જીદ પડતી મૂકી હતી. આજે ફરી વાર તેઓએ બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણીને લઇને આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પાર્ટી જે નક્કી કરે તેમ કરશે તેમ જણાવ્યું હતું.


    પાટણથી હરીભાઈ હારી જાત એટલે લડ્યો


    લીલાધર વાઘેલા એ જણાવ્યું કે ગત ચૂંટણી તેઓ બનાસકાંઠાથી જ લડવા માંગતા હતા પરંતુ હરીભાઈ ચૌધરીના કારણે તેઓ પાટણથી લડ્યા હતા. તે વખતે હરીભાઈએ તેમજ પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમને બનાસકાંઠાથી તક આપવામાં આવશે. હવે તેઓ પાર્ટી અને હરીભાઈ બન્નેને વિનંતી કરશે.

    83 વર્ષની વયના છે લીલાધર વાઘેલા


    16 ફેબ્રુઆરી 1935માં જન્મેલા લીલાધર વાઘેલા કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં જોડાયા હતા. તેઓ બે વાર ભાજપમાંથી ગુજરાતમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઓબીસી નેતા એવા વાઘેલા મોદી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે. 83 વર્ષની ઉંમર ધરાવતા નેતા ઠાકોર સમાજના મોટા ગજાના અગ્રણી છે.

    જૂનમાં વાઘેલાનો પૌત્ર કોંગ્રેસમાં જોડાયો હતો


    લીલાધર વાઘેલાનો પૌત્ર અજય વાઘેલા ભાજપ છોડીને ગયા મહિને જ જૂનમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. અજય અમદાવાદ સ્થિત નિરમા યુનિવિર્સિટીમાં એન્જિનિયર થયો છે અને એ પહેલા ટાટા નેનો પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યો છે.

  • patan mp liladhar vaghela statement for banaskantha seat of loksabha for general election 2019
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગત ચૂંટણી તેઓ બનાસકાંઠા થઈ જ લડવા માંગતા હતા પરંતુ હરિભાઈ ચૌધરીના કારણે તેઓ પાટણથી લડયા હતા
  • patan mp liladhar vaghela statement for banaskantha seat of loksabha for general election 2019
    હરિભાઈએ તેમજ પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમને બનાસકાંઠાથી તક આપવામાં આવશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ