પાટણ લેટનાઈટ: જળચોક વિસ્તારમાં બુટલેગરના ઘરે લોકોની તોડફોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણ શહેરના સરદાર બાગ પાસે જળચોક વિસ્તારમાં એક મકાનમાં મંગળવારે રાત્રે 10 કલાકના સુમારે વિસ્તારમાં રહેતા લોકોએ બુટલેગરના ઘરે હલ્લાબોલ કરી ફર્નિચર, એસી તેમજ અન્ય રાચરચીલું તોડી નાખતાં  પ્રજાપતિ શખસ નાસી ગયો હતો. લોકોએ જાણ કરતાં ધારાસભ્ય કિરીટ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા.ડીવાયએસપી સોનારા પણ દોડી આવી પોલીસ દ્વારા લોકોને શાંત પાડ્યા હતા.

 

નવા અડ્ડા પર શરાબી તત્વોના ત્રાસથી લોકો પરેશાન હતા

 

 

મહિલા ઓએ ધારાસભ્ય સમક્ષ રોષભેર રજૂઆત કરી હતી કે નવા બની રહેલા દારૂના અડ્ડા પર શરાબી તત્વો સવાર સાંજ નશામાં ચકચૂર થઈ અભદ્ર વર્તન કરે છે. ધારાસભ્યે પોલીસને સખત કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. અને તપાસ કરી બધું બંધ થઈ જવું જોઈએ તેમ સૂચના આપી હતી. સ્થળ પર શહેર એ અને બી ડીવીઝન પોલીસ અધિકારીઓ પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે કામે લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...