પાટણમાં બી.એડ.માં પ્રવેશ મુદ્દે કુલપતિના બંગલે ઘેરાવ, ધારાસભ્યની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બી.એડ્.ના પ્રવેશમાં ઓફલાઇન સીસ્ટમના વિરોધમાં ત્રણ દિવસથી ચાલતી ભૂખ હડતાળ છતાં યુનિવર્સીટીની ખાસ કારોબારીએ શુક્રવારે ઓફલાઇન પ્રવેશ પર જ મહોર મારતાં એનએસયુઆઇના વિદ્યાર્થીઓ તેમજ પાટણ ધારાસભ્ય ગિન્નાયા હતા અને શુક્રવારે સાંજે કુલપતિના બંગલે જઇ ધરણા આદરતાં પોલીસ દ્વારા ધારાસભ્ય કિરીટ પટેલ સહિત એનએસયુઆઇના કાર્યકર્તાઓની ધરપકડ કરાઇ હતી બાદમાં છોડી મૂકાયા હતા.દરમ્યાન યુુનિવર્સીટીના નિર્ણયના વિરોધમાં પાટણ શહેરમાં કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

 


એનએસયુઆઇ દ્વારા બીએડ પ્રવેશની કાર્યવાહી ઓનલાઈન કરવાની માંગણી સાથે બુધવારથી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરી હતી. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ સાથે જોડાતાં શુક્રવારે ખાસ કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં એન.એસ.યુ.આઇ.ના ત્રણ પ્રતિનિધિઓ અને સ્થાનિક ધારાસભ્યને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જો કે બેઠક બાદ નિર્ણયની જાણકારી મીડિયાને કે એનએસયુઆઇના પ્રતિનિધિઓને આપ્યા વગર જ કુલપતિ બી એ પ્રજાપતિ તેમની ચેમ્બરના પાછલા બારણેથી બારોબાર નીકળી ગયા હતા.

 

કાર્યકારી કુલસચિવ ડો. ડી.એમ.પટેલે કારોબારીમાં ઓફલાઇન પ્રવેશ આપવાનું નકકી કરાાયાનું જણાવતાં સહુકોઇ કુલપતિ બંગલે પહોંચી જતાં પ્રવેશ દ્વારને બંધ કરી દેવાતાં સૂત્રોચ્ચાર કર્યા હતા અહીં પણ ધરણા કુલપતિએ પોલીસ બંદોબસ્ત સાથે બહાર આવીને કારોબારીના નિર્ણય મુજબ કાર્યવાહી કરવાનું કહેતાં સુત્રોચ્ચારકરી આજથી કોલેજ બંધ એલાન જાહેરાત કરી એનએસયુઆઈ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શુક્રવારના રોજ એનએસયુઆઇ પ્રમુખ જયેન્દ્રસિંહ રાજપૂતને અચાનક તબીય લથડતા 108 બોલાવવામાં આવી હતી. (અહેવાલ, તસવીર-મૌલિક દવે, પાટણ)

 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...