ઉચાપતનો આરોપઃ MLA કિરીટ પટેલ સામે કુલપતિએ 1.5 કરોડની ઉચાપતની ફરીયાદ કરી

divyabhaskar.com

Dec 06, 2018, 12:45 PM IST
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિએ કિરીટ પટેલ સામે ફરીયાદ કરી છે(કિરીટ પટેલની ફાઈલ તસવીર)
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિએ કિરીટ પટેલ સામે ફરીયાદ કરી છે(કિરીટ પટેલની ફાઈલ તસવીર)


* ભરતી પ્રક્રિયામાં કિરીટ પટેલે રોકડા પૈસા લઈ સાદા કાગળમાં રસીદો આપી હોવાનો ખુલાસો થયો હતો

પાટણઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિએ પાટણના ધારાસભ્ય(કોંગ્રેસ) કિરીટ પટેલ વિરુદ્ધ 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરવાની ફરીયાદ કરી છે.

એમ.એસ.ડબલ્યુ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પદે હતા ત્યારે ઉચાપત કરી હોવાનો આરોપ

કિરીટ પટેલ એમ.એસ.ડબલ્યુ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પદે હતા ત્યારે વિવિધ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ભરતી પ્રક્રિયાનું સંચાલન યુનિવર્સિટી દ્વારા તેમના સહયોગથી 2012થી 2017 દરમિયાન કરાવાતું હતું. જેમાં ખર્ચ પેટે નિયમ મુજબ કઈ કોલેજ પાસેથી કેટલા પૈસા લીધા, બેંકમાં રાખ્યા હોય તો પાસબુક, ચુકવણીની રસીદો અંગે કોલેજો પાસેથી માહિતી મંગાવતા કિરીટ પટેલે રોકડા પૈસા લઈ સાદા કાગળમાં રસીદો આપી તમામ વહીવટ જાતે કર્યો હોવાનું સામે આવતાં યુનિવર્સિટીએ ખુલાસો માગ્યો હતો.

કિરીટ પટેલના ભાઈને નકલી સર્ટીફિકેટ હોવાથી રીડર પદેથી સસ્પેન્ડ કર્યા હતા

ગત નવેમ્બરમાં યોજાયેલી કારોબારીમાં સંસ્કૃત વિભાગના રીડર અને ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ દિલીપ પટેલને તેમની ભરતી સમયે રજૂ કરેલા સર્ટીફિકેટ ખોટા હોવાના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા.

X
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિએ કિરીટ પટેલ સામે ફરીયાદ કરી છે(કિરીટ પટેલની ફાઈલ તસવીર)ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ.પ્રજાપતિએ કિરીટ પટેલ સામે ફરીયાદ કરી છે(કિરીટ પટેલની ફાઈલ તસવીર)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી