ચાણસ્મા: ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાના વતની અને મહેસાણા ખાતે રહેતા એક જમીન લે-વેચ કરનાર શખસે મંગળવારે મોડી રાત્રે તેમના વતન બ્રાહ્મણવાડા ખાતે ઘરે આવી તેમની પાસેની ઓટોમેટિક પિસ્તોલથી જમણા લમણાના ભાગે ફાયરિંગ કરી આત્મહત્યા કરી લેતાં તેને લઇ રહસ્ય સર્જાયું છે.
ચાણસ્મા તાલકાના બ્રાહ્મણવાડાના ચૌધરી યોગેશકુમાર વિરસંગ ઉ.વ.53 હાલ માનવ આશ્રમ વિસનગર રોડ મહેસાણા ખાતે રહે છે અને તેઓનો જમીન લે વેચની પ્રવૃત્તિ કરે છે. તેઓ મંગળવારે રાત્રે બ્રાહ્મણવાડા ગામે ઘરે જઇ રિવોલ્વર વડે કોઇ કારણસર આપઘાત કરી લીધો હતો. જેની જાણ મહેસાણાના સહારા ટાઉનશીપમાં રહેતી તેમની દીકરી રાજવીને થતાં તેણે ચાણસ્મા પોલીસને ખબર આપી હતી જેમાં પીઆઇ કે.એમ.પ્રિયદર્શી, પીએસઆઇ આર.સી.પટેલ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે ચાણસ્મા ખાતે ખસેડી હતી.
જ્યાં પીએચસીમાં પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકનો દિકરો કેનેડા ખાતે રહેતો હોઇ લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખી હતી. દિકરો આવી જતાં પોલીસ દ્વારા લાશ વાલીવારસોને સોંપતાં ગુરુવારે મૃતકના અંતિમ સંસ્કાર બ્રાહ્મણવાડા ખાતે કરાયા હતા. આ ઘટનાને પગલે પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણ, એએસપી પાર્થરાજ ગોહિલે સ્થળની મુલાકાત લઇને તપાસ સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, કારણ હજુ સ્પષ્ટ થયું નથી: પોલીસ.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.