પાટણ: દહેજ ભૂખ્યા પતિએ પત્નીના ગુપ્તાંગમાં દસ્તો ઘૂસાડી દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના એક ગામમાં પત્નીએ પીયરમાંથી 4 લાખ લાવવાની ના પાડતાં દહેજ ભૂખ્યા પતિએ પત્નીના ગુપ્તાંગમાં દસ્તો ઘસ્તો ઘુસાડી દીધો. ઘટના પછી તેણીની પીયરમાં જતી રહી હતી ત્યારે ઇજાઓના કારણે પીડા શરુ થતાં તેણીને ઉંઝા પછી મહેસાણા ખાતે સારવાર આપી રજા આપી દેવાઈ હતી. ચાણસ્મા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ અલ્પેશ રબારી અને સાસુ શાંતાબેન રબારી સામે ફરિયાદ દાખલ કરી છે પણ કોઈની ધરપકડ કરી નથી. અાશરે 29 વર્ષીય મહિલાના 5 વર્ષાઅગાઉ લગ્ન થયા હતા.જેમાં અેક ત્રણ વર્ષની નાની દીકરી પણ છે.ગત 25 જુનના રોજ ભાન ભુલેલા પતિએ ઘૃણાસ્પદ કૃત્ય બાદ બાદ ફરીથી 8 જુલાઇના રોજ ચાર લાખ દેવું થઇ ગયેલ હોઇ પીયરથી દહેજ લઇ આવવા કહી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતાં તેણીએ તેના પિતાને ફોનથી જાણ કરતાં તેણીને પીયર લઇ જવાઇ હતી.

 

સમાજમાં પિતાની આબરૂ ન જાય એટલે સહન કર્યું : પીડિતા

 

ગઇ તારીખ 25 જુન 2018 ના રોજ હું મારી સાસરીમાં હતી અને રાત્રી ના આશરે દસેક વાગ્યાના સુમારે મારે તથા મારા પતિએ મારા પિયરમાંથી દહેજ પેટે પૈસા લાવવા બાબતે બોલાચાલી થયેલી અને મારા પતિએ અમારા ઘરમાં પડેલા ખાંડણીનો પારો(દસ્તો) જે ઝરમન ધાતુનો હોઇ તે લઇ મારા ગુપ્ત ભાગે ઘુસાડી મને ઇજાઓ કરેલી તેમજ મને ગડદાપાટુનો માર પણ મારેલો અને સમાજના મારા પિતાની આબરુ ન જાય તે સારુ મેં આ વાત કોઇને કરેલ નહી. અને તેમ છતાં ગઇ તા.8 જુલાઇ 2018 ના રોજ મારી સાસુ શાંતાબેન નાગજીભાઇ લાખાભાઇ તથા મારા પતિ બંન્ને જણા મને કહેવા લાગેલ કે અમારે ચાર લાખ જેટલુ દેવું હોઇ અને તારા પિતાએ દહેજમાં કંઇ પણ આપ્યું ન હોય તું તારા પિયરમાંથી પૈસા લઇ આવ નહિતર તને જાનથી મારી નાખીશું તેમ કહી મારા પતિએ મારા વાળ ખેંચી ઘરની બહાર કાઢેલી,

 

 

જેથી હું મારા જેઠના ઘરે જઇ ઉપરોકત બનાવની વાત કરેલી અને તેમના મોબાઇલથી મારા પિતાને વાત કરેલી જેથી મારા પિતા પિયરના લોકો ગાડી લઇને મારી સાસરીમાં આવી મને મારા પિયર મુકામે લાવેલા અને મને ગુપ્ત ભાગે દુખાવો તથા લોહી નિકળતા ગઇકાલ રાત્રેના આશરે નવેક વાગ્યાના સુમારે ઉંઝાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર સારૂ લાવેલા અને ફરજ પરના ડોક્ટર પ્રાથમિક સારવાર કરેલી વધુ સારવાર સારૂ મહેસાણા લેવામાં આવેલ છે. મારા પતિ તથા મારી સાસુએ દહેજની માંગણી બાબતે મારી સાથે મારઝૂડ કરી શારીરીક તથા માનસિક ત્રાસ આપેલ હોય બંન્ને વિરુદ્ધ મારી ધોરણસર થવાં ફરિયાદ છે.

 

 

ડોક્ટરી સર્ટીમાં ગંભીર ઇજા આવે તો કલમ બદલાય 


આ અંગે મહેસાણાના વકીલ જીજ્ઞેશભાઇ દવેના જણાવ્યા મુજબ પતિ અથવા તેના સગાઓ દ્વારા અપાતા માનસિક, શારીરિક ત્રાસ માટેની કલમ 498( ક) મુજબ ત્રણ વર્ષની સજા, સાદી વ્યથા ( મારમારવો) માટેની કલમ- 223 મુજબ 1 વર્ષની સજા , જાનથી મારી નાંખવાની ધમકી માટેની કલમ- 506 (2) મુજબ 7 વર્ષની સજા, ધારદાર હથિયાર કે મારક હથિયારથી ગંભિર ઇજા કરવી ( મહાવ્યથા) માટેની કલમ- 326 મુજબ 10 વર્ષ કે તેનાથી વધુ આજીવન કેદ જ્યારે જાતિય હુમલો, સ્ત્રીની આબરૂને હાનિ પહોંચાડવા માટેની કલમ-354 મુજબ 3 વર્ષની સજા થઇ શકે છે.

 

 

અન્ય સમાચારો પણ છે...