Home » Uttar Gujarat » Latest News » Patan » Hathiya traditional held in rajpur village

પાટણ: રાજપુરમાં ચાર સદીઓની પરંપરા મુજબ હાથિયાનાં વધામણા કરાયા

Divyabhaskar.com | Updated - Mar 03, 2018, 06:11 PM

આ પ્રસંગે ભવાઇ અને રાવણવધ કાર્યક્રમ બહુચર માતા મંદિરે યોજાયો હતો

  • Hathiya traditional held in rajpur village
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    પાટણ: તાલુકાના રાજપુર ગામમા ધુળેટીના દિવસે શણગાર સજેલા ટ્રેકટરમાં હાથિયાઓ કાઢવામા આવ્યા હતા. હાથિયા કાઢવાની પરંપરાગત રીતમાં ગામની પ્રદક્ષિણા કરવામાં આવે છે .આ પ્રસંગે ભવાઇ અને રાવણવધ કાર્યક્રમ બહુચર માતા મંદિરે યોજાયો હતો.

    રાવણ વધ કાર્યક્રમ પણ યોજાયો


    રાજપુર ગામમાં 450 વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરાઇ હતી. ત્યારથી દર ધુળેટીએ ગામમા ગામજનો લોકો પરંપરાગત ધામિક ઉત્સવ ઉજવતા હોય છે. જેમાં ધુળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરે રાવણ વધનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે લોકમેળાની રંગત જામી હતી. સાંજે બ્રહ્માણી માતાજીના ચાર હાથીયા નીકળ્યા હતા.


    આગળની સ્લાઈડ્સ ગામની પ્રદક્ષિણા કરવામાં...

  • Hathiya traditional held in rajpur village
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ગામની પ્રદક્ષિણા કરવામાં...


    હાથિયા પહેલા બળદની ચાર જોડથી ગાડામા નીકળતા હતા. અને નાના બાળકોને તેમા બેસાડી ગામની પ્રદક્ષિણા કરાતી હતી. પરતુ સમય જતા બળદની જગ્યાએ ટ્રેકટરે લીધી છે. ચાર ટ્રેકટરમા હાથિયાઓ કાઢવામા આવ્યા હતા  જેમા ટ્રેકટરની ટોલીને કાષ્ટથી શણગાર કરી બાળકોને બેસાડાયા હતા. મહીલાઓએ દ્રારા હાથિયાના વધામણા કરી ગામની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી.

  • Hathiya traditional held in rajpur village
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hathiya traditional held in rajpur village
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hathiya traditional held in rajpur village
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hathiya traditional held in rajpur village
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ