તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વામૈયા ગામે યુવતીના પરિવારજનોએ યુવાનના ઘર પર હિચકારો હુમલો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: વામૈયા ગામની યુવતી તેમના ગામના યુવાનના સાથે અગાઉ ત્રણ વાર ભાગી ગયેલી પરંતુ પરિવારજનો પાછી લાવીને તેના માતા-પિતાને સોંપેલી પરંતુ રવિવારની રાત્રે યુવતી ભાગી ગયેલ પરિવારજનો તેની શોધ કરવા યુવાનના ઘરથી મળી આવતા યુવતીના પરિવારજનોએ હથિયાર સાથે હિચકારો હુમલો કરીને યુવાનના માતા-પિતા દાદીને મારા માર્યો કાકાનો પગ ભાગી નાખ્યો હોવાની મહિલાએ પાટણ તાલુકા પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.


પાટણ તાલુકાના વામૈયા ગામે રહેતા રાઇબેન પ્રભાતજી ઠાકોરના ઘરે તેમના ગામની યુવતી રવિવારે રાત્રી સમયે ગયેલ હતી ત્યારે યુવતીના પરિવારજનો  રાઇબેન ઘરે જઇને કહેલ કે તમે અમારી દીકરીને તમારા ઘરે કેમ રાખો છો ત્યારે રાઇબેન કહેલ કે તમારી દીકરી અમારા દિકરાને કોઇ સંબંધ નથી અને તમારી દીકરીને ત્રણ વખત પરત સોંપેલી તો તમારી દીકરીને કાબુમા રાખો તેમ કહેતા  ઉશ્કેરાઈ યુવતીના પરીવારજનોના છ શખ્સો પરિવાર પર હિચકારો હુમલો કરતા યુવાનની માતા રાઇબેન, પિતા પ્રભાતજી, દાદીને માર માર્યો હતો.

 

જ્યારે  કાકા ગગાજીને છ શખ્સો લાકડી, ધોકા,ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરીને પગ ભાગી નાખી ગંભીર ઇજાઓ કરી અને ઘર આગળ પડેલ બાજરી પુળા નં- 600માં આગ ચાપી સળગાવી નુકશાન કર્યુ હતું. આ અંગે મહિલાએ પાટણ તાલુકા પોલીસ મથકે ઠાકોર જેણાજી અગરાજી, ઠાકોર ભાવુજી ઝાલાજી, ઠાકોર કિરણજી ભોભાજી, ઠાકોર સંજુજી વાલાજી, ઠાકોર હેમંતસંગ ઇન્દુજી અને ઠાકોર બળવંતજી લેબુજી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...