Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Gazipar has got 12 lakhs of liquor imported for cutting

ગાંજીસર પાસે કટીંગ માટે લવાયેલો 12 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:02 AM

પોલીસે ટ્રક સહિત રૂ.22.29 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો, 4 શખ્સો ફરાર

  • Gazipar has got 12 lakhs of liquor imported for cutting
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    વારાહી: ગાંજીસર નજીક ખારી નદીના પટમાંથી કટીંગ કરતો 12 લાખનો વિદેશી દારુ ઝડપાયો હતો. જેમાંથી વિદેશી દારૂની 12144 બોટલો, ટ્રક ભરેલા પથ્થરો અને ટ્રક મળી કુલ રૂ.22.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસની ગાડી જોઇને 4 શખ્સો બે ગાડીઓ લઇને નાશી છૂટ્યા હતા. વારાહી પોલીસને મંગળવારે ગાંજીસરથી ઇંદરવા જવાના રોડ ઉપર આવેલ ખારી નદીના પટમાં બાવળોની ઝાડીમાં મલેક સાહેબખાન ઉર્ફે સાબો કરીમખાન રહે.જારૂષા, રબારી દિનેશભાઇ ભગાભાઇ રહે.પાણવી વિદેશી દારૂની ટ્રક મંગાવી કટીંગ કરી રહેલ છે.

    અને સોઢા ભીમસિંગ બનેસંગ રહે. દહીસર તેની અલ્ટો ગાડી લઇને તથા કિર્તિભાઇ ગણપતભાઇ પુરોહિત રહે. સુબાપુરા તેની ફોર વ્હીલ ગાડી લઇ કટીંગનો મુદ્દામાલ લેવા આવેલ છે તેવી બાતમી આધારે વારાહી પોલીસે રેડ કરતા પોલીસને જોઇને બન્ને ગાડીઓ ભાગેલી તેનો પીછો કર્યો હતો ચાર શખ્સો નાશી છૂટ્યા હતા. એક ટ્રક આરજે 19 જીએ 8289 માંથી કુલ પેટી 233 જેની બોટલ 12,144 જેની કિ.રૂ.12,14,400નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. ટ્રક ગાડીની કિ.રૂ.10 લાખ મળી, ગાડીમાં ભરેલા પથ્થરો કિ.રુ.15 હજાર મળી કુલ રૂ.22,29,400નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો વિરૂધ્ધમાં પ્રોહીએક્ટ મુજબ વારાહી પોલીસ ગૂન્હો નોંધ્યો હતો. (અહેવાલ- તસવીર મૌલીક દવે)

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • Gazipar has got 12 lakhs of liquor imported for cutting
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Gazipar has got 12 lakhs of liquor imported for cutting
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending