પાટણના ચાર વ્યક્તિઅોઅે દેહદાનના સંકલ્પ પત્ર ભર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોને તબીબી અભ્યાસ ક્ષેત્રે મદદરૂપ ભાવના સાથે રવિવારના રોજ શહેરની સેવાકીય પ્રવૃત્તી કરતી માં કૃપા ફાઉન્ડેશના સહયોગથી ચાર વ્યક્તિઅો પોતાના દેહ દાનના સંકલ્પ પત્ર ભરી અર્પણ કરતા ચારેય વ્યક્તિઅોનું ફાઉન્ડેશન દ્વારા સન્માન પત્ર અેનાયત કરી અભિવાદન કરાયું હતું.


શહેરના ફાટીપાળ દરવાજા પાસે રહેતા ડો.બાબુભાઇ ધેમરભાઇ રાવળ ( 66) ના તેમના અપરણીત બહેન શારદાબેન ધેમરભાઇ રાવળ (63) તેમજ શહેરના રામપાક સોસાયટીમાં રહેતા પાટણની સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રોફેસર ભાવનદાસ જગુમલ મીરચંદાણી ( 79) તેમના ધર્મપત્ની શાંન્તાબેન ભાવનદાસ મીરચંદાણી (74) નાઅોઅે રવિવારના રોજ પોતાની સ્વેચ્છાએ અને પરિવારની ઉપસ્થિત અને સંમતિ સાથે માં કૃપા ફાઉન્ડેશન સહયોજકે ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોને તબીબી અભ્યાસ ક્ષૈત્રે મદદરૂપ બનાવની ભાવના સાથે પોતાના દેહદાનના સંકલ્પ પત્ર ભરીને અર્પણ કરતા દેહદાતાઅોનું ફાઉન્ડેશન દ્વારા સન્માન પત્ર અાપી અભિવાદન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...