સમી અને હારિજ માર્કેટયાર્ડમાં ચણાના ભાવો ઓછાં મળતાં કિસાનોમાં કચવાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજ: સમી અને હારિજ માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષના નવીન રવિ પાકોની વેચવાલી શરૂ થઈ જવા પામી છે. જેમાં રાઈ, જીરું, દિવેલા અને ચણાના મુખ્ય પાકોની આવકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. પણ ગત વર્ષની સરખામણીએ ચણા અને જીરુંના  ભાવોમાં ઘટાડો થયો છે. ચણાની વાવણીના સમયે રૂ.2500ના મોંઘા બિયારણ ખરીદીને વાવેલા હતા પણ હવે પાકના  વેચાણ સમયે ભાવો ઘટીને રૂ.750 જેટલા થઇ જતાં ખેડૂત આલમમાં ભારે  નિરાશા ફેલાઇ છે.

 

ચણા, જીરું, રાઈ, દિવેલાની આવકો ચાલુ થઈ

 

ચાલુ વર્ષે રવિ ખેતીમાં  સમી તાલુકામાં ચણાનું વાવેતર 15225 હેક્ટરમાં થયું હતું. જેની આવક સમી અને હારિજ માર્કેટયાર્ડમાં રોજિંદી 800થી 1000 બોરીની શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ચણાના ભાવમાં ખેડૂતોને 20 કિલો દીઠ 100 થી 200 ઓછાં મળી રહ્યા છે. ગયા વર્ષે 20 કિલોદીઠ રૂ.850થી 900ના ભાવો ખેડૂતોને મળતાં હતાં. બિયારણ સમયે તો ચણાના ભાવ આસમાનને આંબતા 20 કિલો દીઠ રૂ.2000થી 2500 થઈ ગયા હતાં.

 

ખેડૂતોએ તેટલા ભાવે બિયારણ ખરીદી વાવણી કરવી પડી હતી. પણ હવે  જ્યારે ઉત્પાદન ચાલુ થયું ત્યારે કિસાનોને રૂ.750 થી 780ના ભાવો મળી રહ્યા છે. આ સિવાય હારિજ યાર્ડમાં દિવેલાની 1500 થી 2000 બોરીની આવક  છે. રાઈની 700 થી 800 બોરી, નવીન જીરામાં 100 બોરી જેટલી આવક શરૂ થઈ છે. જીરામાં પણ ગત વર્ષની સરખામણીએ ભાવો ઓછા મળે છે. સમી યાર્ડમા પણ ચણાની આવકો શરૂ થઈ છે. સમીના યાર્ડમાં 700 થી 800 બોરીની આવકો આવી રહીં છે. 

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, બજેટમાં ભલે વાહવાહ કરાઇ : દિવસો તો રડવાના જ છે....

અન્ય સમાચારો પણ છે...