પાટણ: કોંગી કાર્યકર મહિલાઓએ ઉ.ગુજરાતની યુનિવર્સિટીના કુલપતિના ટેબલ પર ફેંકી છૂટી બંગડીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણની મહિલા કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીના કુલપતિના ટેબલ પર બંગડીઓ ફેકી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બીએડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા મુદ્દે NSUI દ્વારા આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2015માં મુખ્યમંત્રીની હાજરીમાં ઉત્તર ગુજરાતના તમામ કુલપતિઓ સાથેની બેઠક યોજાઈ હતી, જેમાં બી.એડ પ્રવેશ પ્રક્રિયાને લઈ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં તમામ યુનિવર્સિટીઓને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા સુચનો અપાયા હતા. તેના તમામ પુરાવા લઈને આજે NSUIના કાર્યકર્તાઓ અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના કાર્યકરો પુરાવા સહિત કુલપતિ સમક્ષ રજુઆત કરી હતી.

 

મહિલાઓએ કુલપતિના ટેબલ પર છૂટી બંગડી ફેંકી
કુલપતિએ મુખ્યમંત્રીના પરિપત્રની ઉપરવટ જઈને પોતાનો નિર્ણય અડગ રાખ્યો હતો. અને કાર્યકરોને આ બાબતે કોઈ સ્પષ્ટતા નહી કરી, કુલપતિના આ વ્યવહારથી NSUI અને મહિલા કોંગ્રેસી કાર્યકરોએ ઉશ્કેરાયા હતા અને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહી લઈ શકતા એવા કુલપતિને મહિલાઓએ બંગડી પહેરવા માટે કહ્યું અને પોતાની પહેરેલી બંગડીઓ ઉતારીને કુલપતિના ટેબલ પર છૂટી ફેંકી હતી.

 

આડેસર ચેકપોસ્ટ પાસે ત્રિપલ અકસ્માતમાં 4ના મોત: 30 ઘાયલ

 

મહિલાઓના આક્રોશ દરમિયાન માહોલ તંગ બન્યું
પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસી કાર્યકરોના આવા આક્રોશથી ઘડીભર માટે વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા NSUIના કાર્યકર્તાઓ તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતની મહિલાઓને શાંતિપૂર્વક કુલપતિની ચેમ્બરથી બગાર લઈ જવાયા હતા. NSUI અને મહિલા કોંગ્રેસના સમિતિના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

 

કુલપતિ પોતે CM કરતા વધુ વિશેષ હોય તેવું દર્શાવ્યું
આ બાબતે એન.એસ.યુ.આઈ ગુજરાતના પ્રતિનિધિ મેહુલ રાવતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરાયેલા પરિપત્રનો અનાદર કરીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પોતે મુખ્યમંત્રી કરતાં પણ વિશેષ હોય તે દર્શાવ્યું છે. ત્યારે આ બાબતે મુખ્યમંત્રીને પણ અવગત કરી કુલપતિ સામે પગલાં ભરવાની માંગ કરાશે તેવું જણાવ્યું હતું કે એનએસયુઆઇ દ્વારા સોમવારે આયોજિત કરાયેલા પરિપત્રના કુલપતિ સમક્ષ વંચાણના કાર્યક્રમમાં પાટણ જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ જયન્દ્રસિંહ રાજપૂત ,પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન પટેલ ,પાટણ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર બબીબેન સોલંકી સહિતની મહિલાઓ તેમજ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા.