પાટણમાં કોંગી મહિલાઓએ કુલપતિના ટેબલ પર બંગડીઓ ફેંકી કહ્યું, 'પહેરી લો'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ:  યુનિવર્સિટીમાં બીએડમાં ઓફલાઇન પ્રવેશને લઇ વિરોધ કાર્યક્રમો અપાઇ રહ્યા છે.   કુલપતિ બી એ પ્રજાપતિ દ્વારા સરકારના પ્રવેશના આદેશનો અનાદર કરીને ભ્રષ્ટાચાર કરાયાનો મામલો સોમવારે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યાપાલ સુધી  પહોંચ્યો હતો. જેમાં ધારાસભ્ય ડો. કિરીટભાઇ પટેલ સહીતે આવેદનપત્ર સુપરત કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા હતા.

 

કુલપતિએ આક્ષેપો નકાર્યાકુલપતિએ આક્ષેપો નકાર્યા


 દરમ્યાન તેમના કાર્યાલય દ્વારા એક ઓડીયો વાયરલ કરાયો છે. જેમાં એક કોલેજના સંચાલક અને કિરીટભાઇ પટેલ વચ્ચેની વાતચીતમાં સંચાલક દ્વારા વચેટીયા મારફતે પૈસા અપાતા હોવાની અને આ વર્ષે વધારીને લાખના દોઢ લાખ કરાયાનો આક્ષેપ પણ  સાંભળવા મળી રહ્યો છે. જો કે ક્યાંય કુલપતિને નાણાં અપાયાનો ઉલ્લેખ આવતો નથી.આ મુલાકાતમાં ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, ચંદનજી ઠાકોર,  જે બી કાકડીયા, ધવલસિંહ ઝાલા ,લલિત વસોયા, લલિત કગથરા, ભરતજી ઠાકોર, શિવાજી ભૂરીયા હાજર હતા.

 

 ઓડિયો વાતચીત  ઓડિયો વાતચીત 

 

કિરીટ પટેલ:  બીઅેડના પહેલા 50 હજાર હતા. પછી લાખ કર્યા અને હવે દોઢ લાખ કર્યા તમે તેમાં ખરા કે નહી. 
સંચાલક: હા ખરા કેમ નહી  
કિરીટ પટેલ : કોને આપ્યા હતા. 
સંચાલક: વિનોદભાઇને  મણુંદવાળા 
કિરીટ પટેલ:અગાઉ કોને આપ્યા હતા 
સંચાલક: હીરેનભાઇને  વાલમવાળા 
કિરીટ પટેલ: અમે આ બંધ કરાવવા સીએમ  સાહેબને
મળવાના છીએ. ઇન્કવાયરી આવે તો સાચું કહી દેજો. 

 

મુખ્યમંત્રી, રાજ્યપાલને આ મુદ્દે રજૂઆતો 


- કુલપતિઅે જાતે ઇન્ટરવ્યૂમાં બેસી તેમના દિકરાનું આસી.પ્રોફેસર તરીકે સિલેકશન કર્યું છે.આસી.રજીસ્ટ્રાર તરીકે પણ અગાઉથી નક્કી થયેલ નિમણૂ઼ક અપાઇ છે.બાયોટેકમાં નજીકના સગા બહેનને ભરતી કરાયા છે. 
- બીએડ પ્રવેશ પ્રક્રીયામાં કોલેજ દીઠ રૂ.1.50 લાખ ઉઘરાવી ભ્રષ્ટાચાર કર્યાનાપુરાવા રેકોર્ડીંગ સ્વરૂપે છે.
- સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પસંદ થયેલ અધ્યાપકોને હાજર કરાતા નથી કે પૂરો પગાર ચૂકવાતો નથીપણ સંચાલકો સામે પગલાં લેવાતા નથી. 
- રૂસાની ગ્રાન્ટમાં નવો ડીપીઆર બનાવી ફાયદો થાય તેવા બીનજરૂરી કામો કરાયા છે. 
- લાઇફ સાયન્સમાં બાયોકેમેસ્ટ્રી વિષય ન હોવા છતાં લેતી દેતીથી અધ્યાપકની ખોટી ભરતી કરી છે. 

અન્ય સમાચારો પણ છે...