ચૂંટણીમાં કોંગ્રેસે અાપેલા વચનો પોકળ સાબિત થયા છે : ભાજપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ દ્રારા શહેરીજનોને સાત વચનો આપવામા આવ્યા હતા. પરંતુ સત્તારૂઢ થયા પછી કૉંગ્રેસ દ્વારા એક પણ વચન પાળવામાં આવેલ ન હોય ઉલ્ટાનું શહેરીજનોની તકલીફમાં વધારો થાય તે માટે પાણી વેરા સહિતના વેરાઓ વધારવા માટે નો નિર્ણય લેવામાં આવ્યો હોઇ જેને લઈ સોમવારના રોજ ભાજપના આગેવાન દેવજીભાઈ પરમારની આગેવાની હેઠળ પાલિકાના પૂર્વ પ્રમુખ હેમત તન્ના સહિત વિપક્ષના ડો.નરેશ દવે સહિત ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા  શહેરના હિંગળા ચાચર ચોકમાં કૉંગ્રેસ વિરૂદ્ધ સૂત્રોચાર કરી રેલી યોજી પાલિકા ખાતે જઇ ઓએસ જય રામીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.


ભાજપ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે પાલિકાની ચૂંટણી દરમ્યાન કૉંગ્રેસ દ્રારા શહેરી જનોને સ્ટ્રીટલાઈટ અને સફાઇ વેરો નાબૂદ, ટ્રાફિકની જટિલ સમસ્યા, સિવિલ હોસ્પિટલની સેવાઓ, લારી ગલ્લા અને પથરણાવાળા ને હંગામી લાયસન્સ, પ્રસૂતા મહિલાઓ માટે મેટરનીટી ની સુવિધા, પાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ અને સિનિયર સિટીઝન માટે વોર્ડ વાંઈઝ બાગબગીચા સાથે બેઠકની વ્યવસ્થા કરાશે તેવું વચન આપ્યું હતું. ત્યારે પાલિકાનું સુકાન સંભાળ્યાને આજે કૉંગ્રેસને 2 વર્ષ ઉપરનો સમય થયો હોવાં છતાં આજદિન સુધી એકપણ વચન કૉંગ્રેસ દ્રારા પાળવામાં આવેલ નથી ઉલ્ટાનું પાણી વેરો, સ્ટ્રીટ લાઈટ વેરો, ભૂગર્ભ ગટર વેરો બમણો કરવાની હિલચાલ કરવામાં આવી રહી છે.

 

તસવીર- મૌલિક દવે

 

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

 

અન્ય સમાચારો પણ છે...