ચંદ્રુમાણા અનુપમ પ્રા. શા.એ મોબાઇલ એપ તૈયાર કરી, વાલીઓને મેસેજ-એપથી અપડેટ કરાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ:પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની અનુપમ સરકારી પ્રાથમિક શાળા જિલ્લાની એવી સૌપ્રથમ સરકારી પ્રાથમિક સ્કૂલ બની છે જેણે પોતાની મોબાઇલ એપ બનાવી છે અને તેના થકી બાળકો,વાલીઅો અને શિક્ષકોને અપડેટ કરાય છે અને એકતાંતણે રાખવામાં આવી રહ્યા છે. શાળાના આચાર્ય મનિષ પટેલે જણાવ્યું, અર્પણ પટેલના આર્થિક સૌજન્યથી એપ રજીસ્ટ્રેશન કરાવાઇ હતી અને દર વર્ષે તેની ફી ચૂકવીને રીન્યુઅલ કરે છે. એપમાં ફેકલ્ટી ડીટેઇલ, ક્લાસીસ ઓવરવ્યુ, ગેલરી અને લોગીન ફંક્શન  છે. વાલીઓને લોગીનથી કનેકટ રાખે છે. કુલ 30 જેટલી પ્રવૃત્તિઅો અાવરી લેવાઈ છે. વધુમાં શાળામાં દર બુધવારે ટેસ્ટ લેવાય છે જેના માટે ઝેરોક્સ કરાવવાનો ખર્ચ 50 હજાર જેટલો થતો હતો. ગ્રાન્ટ હોતી નથી તો લોકભાગીદારીથી સુનિલ વ્યાસના પ્રયાસોથી ઓએનજીસીના સહકારથી ઝેરોકસ મશીન વસાવ્યું છે.

 

કલેક્ટરના ટ્વીટ કરીઅભિનંદન


 જિલ્લા કલેકટર આનંદ પટેલે તાજેતરમાં મિશન વિધા અંગે શાળાની મુલાકાત લીધી ત્યારે એપથી માહીતગાર કરાતાં તેઓ પ્રભાવિત થયા હતા તેમણે ટ્વીટ કરીને એપ દ્વારા થતી કામગીરી જણાવી શિક્ષકોને અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા.