ગુજરાતની આ વિદ્યાર્થીનીને નેશનલ કક્ષાની સિંલંબમ સ્પર્ધામાં બ્રોન્ઝમેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: તાંજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા 63 નેશનલ સિલંબમ સ્પર્ધામાં ભાલા ફેરવવાની સ્પર્ધામાં ભાગ લેના રણુંજ ધો-10 વિદ્યાર્થીની નેશનલ કક્ષા ત્રીજો નંબર મેળવ્યો હતો. પાટણ તાલુકાના રણુંજ ગામે આવેલ હાઇસ્કૂલમાં ઉચ્ચ માધ્યમિકના છ ખેલાડીઓ અને શિક્ષણાનુંભવ શાળા રણુંજના ત્રણ ખેલાડીઓઅે નેશનલ કક્ષાઅે ભાગ લીધો હતો. નેશનલ કક્ષાની સ્પર્ધા વિકાસપુરી સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતના 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી રણુંજ હાઇસ્કૂલ ખેલાડી ઠાકોર આંચલબેન કનુજીએ ભાલા ફેરવવામાં ભાગ લીધો હતો. 

 

નેશનલ કક્ષામાં ભાલા ફેરવવામાં સ્પર્ધામાં ત્રીજા નંબરે પ્રાપ્ત કર્યો

 

23  રાજ્યો વિદ્યાર્થીઓ અંડર નં-17માં વિદ્યાર્થીની ભાગ લીધો હતો. જેમાં ત્રીજા નંબરે આવતા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્ય, જિલ્લા અને રણુંજ ગામનું ગૌરવ વધારેલ છે.  આ પ્રસંગે પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી તેજાભાઇ હરીભાઇ દેસાઇ, ટ્રસ્ટી મહેશભાઇ દેસાઇ, આચાર્ય વિષ્ણુભાઇ પટેલ સહિત ખેલાડી ઠાકોર આંચલબેન કનુજીને રોકડ રકમ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેવું રમત ગમત કોચ સેવતભાઇ પરમારે જણાવ્યુ હતું.

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

અન્ય સમાચારો પણ છે...