તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના ખેડૂતોના હકો માટે ધરણાં, 3 તાલુકા અસરગ્રસ્ત જાહેર કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ ઠાકોર ખેડૂતો વચ્ચે બેસી ધરણાં કર્યા - Divya Bhaskar
અલ્પેશ ઠાકોર ખેડૂતો વચ્ચે બેસી ધરણાં કર્યા

 

રાધનપુર: રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકામાં ચાલુ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ખેડૂતોના હક માટે ઘરણા કર્યા છે. જેમાં ધારાસભ્ય અલ્પેશે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો  માંગ નહીં સંતોષાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. જો અછતગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો ઢોર-ઢાંખર સાથી અમે ગાંધીનગરનું કૂચ કરીશું.

 

અલ્પેશ ઠાકોરના સરકાર પર પ્રહાર

 

અલ્પેશ ઠાકોરે ધરણાં દરમિયાન જણાવ્યું હતું કે, રાધનપુરમાં આજે પણ પીવાના પાણીની તકલીફ છે. છતાં રાધનપુરને કેમ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવતું નથી. સરકાર પાટણ અને બનાસકાંઠા જિલ્લાને અન્યાય કરી રહી છે. સરકાર તાત્કાલિક પાટણને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરે. પાસેના તાલુકામાં કેબિનેટ મિનિસ્ટર છે છતાં તેમના મતવિસ્તાર ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કરાવ્યો. રાજકીય લાભ ખાટવા આમ કરીને અયોગ્ય કર્યું છે. આખા પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે તેમણે પ્રયાસ કરવો જોઈતો હતો. સરકારે પાણી ન આપવું હોય તો ખોટી જાહેરાત ન કરે.

 
આસપાસના તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા
 
આ તાલુકાના બોર્ડરના તાલુકા ચાણસ્મા, રાપર, વાવ, કાંકરેજ એમ તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. તો આ વિસ્તાર સાથે અન્યાય કેમ..? આ અન્યાય સામે રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ખેડૂતોને પોતાના હક અપાવવા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે 4 ઓક્ટોબરે ગુરુવારે રાધનપુરની પ્રાંત કચેરી આગળ સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ધરણા આરંભ્યા છે. 
 
સમી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદન અપાયું
 
સમી: વરસાદના અભાવે સમી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા તાલુકા કોંગ્રેસ દ્વારા સમી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમી તાલુકામાં આ સિઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે તાલુકા ના મોટાભાગના ખેડૂતોએ વાવેલ પાક નિષ્ફળ નીવડ્યો છે દરેક ગામના તળાવો પાણી ન હોવાને કારણે સૂકા પડ્યા છે. સરકાર દ્વારા માત્ર ચાણસ્મા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાતા તાલુકાના ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે ત્યારે સમી તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય મળે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. નાના ખેડૂતો ખેત મજૂરી માટે સૌરાષ્ટ ભણી હિજરત કરવા મજબૂર બન્યા છે તેમ સમી તાલુકા ઇન્ચાર્જ કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ઠાકોરે જણાવ્યું હતું. 
 
 
સાંતલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદનપત્ર પાઠવ્યું
 
પાટણ: સાંતલપુર તાલુકામાં ચાલુ સાલે નહિવત વરસાદ થતાં આ વિસ્તારમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. આ વિસ્તારમાં પશુઓને પીવા માટે પાણી કે ઘાસચારો મળતો નથી એને લઇ સરપંચ એસોસિયન દ્વારા આ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સાંતલપુર તાલુકામાં ચાલુ સાલે નહિવત વરસાદ થતા ખેડૂતો અને પશુઓની હાલત કફોડી બની છે આ વિસ્તારના લોકો પીવા માટે પાણી પણ વલખાં મારવા પડતા હોય તો પશુઓને પીવા માટે પાણી ક્યાંથી લાવવું સરકાર દ્વારા આ પછાત તાલુકાની અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી લોકોની માગ છે સરકાર દ્વારા જે કેનાલો બનાવવામાં આવી તેમજ 50 ટકા કેનાલોમાં આજ દિન સુધી પાણી છોડવામાં આવેલ નથી પાણી ન હોવાને કારણે ખેડૂતોને પાક પણ સુકાઈ રહ્યા છે. ત્યારે તેને લઈ તાલુકા સરપંચ એસો. દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આ બાબતે સરપંચ એસોસિયનના પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી મંત્રી સરપંચો હાજર રહ્યા હતા. 
 
માહિતી અને તસવીરો: મૌલિક દવે, પાટણ