તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મથી જ મુંગો અને બહેરો 3 વર્ષનો અર્ણવ બોલતો અને સાંભળતો થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં ચાલતો સૌથી મોટો આરોગ્ય કાર્યક્રમ છે. આ યોજના હેઠળ મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા 0 થી 18 વર્ષનાં તમામ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. જેમાં જન્મજાત ખોડખાંપણ અને ખામી વાળા બાળકો ને સુપર સ્પેશીયાલીટી સંદર્ભસેવા જેવીકે હાર્ટ, કિડની, કેન્સર,કોકલીયર ઈમ્પ્લાન્ટ,બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશીયાલીટી સેવા વિના મુલ્યે આપવામાં આવે છે.

ઓપરેશનના 1 મહિના બાદ પાટણ સિવિલમાં તેની સ્પીચ થેરાપી વિનામુલ્યે શરૂ કરવામાં આવી


સિધ્ધપુર તાલુકાનાં ખોલવાડા ગામના વતની નીલમબેન સેંધાભાઈ પ્રજાપતિ નો દીકરો અર્ણવ કે જેની ઉંમર ૩ વર્ષ છે. જે જન્મથી જ બોલી કે સાંભળી શકતો ન હોતો. તેથી તેમને હમેશા તેની ચિતા રહેતી હતી તથા તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી 7 થી 8 લાખનો ખર્ચ કરીને ઓપરેશન કરાવી શકે તેમ નહોતા. તે દરમ્યાન શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરબીએસકે ડૉ.પાયલ પટેલ અને ડૉ. વિશાલ પરીખદ્વારા આંગણવાડીમાં બાળકોની આરોગ્ય તપાસ દરમ્યાન અર્ણવની તપાસ કરીને તેની સારવાર શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત મફતમાં થશે તેવું જણાવ્યું. ત્યારબાદ આર.બી.એસ.કે.ટીમ દ્વારા અમદાવાદ સિવિલ માં સંદર્ભ સેવા અપાવી તથા જરૂરી બધી તપાસ વિનામુલ્યે સાથે રહીનેકરાવવામાં આવી. તા.10 ફેબ્રુઆરી 2018ના રોજ અર્ણવનું કોકલીયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ઓપરેશનના 1 મહિના બાદ પાટણ સિવિલમાં તેની સ્પીચ થેરાપી વિનામુલ્યે શરૂ કરવામાં આવી.

 

દીકરાની બોલતા સંભાળતો થયો તે ખુશીની વાત છે: માતા 

 

નીલમબેન પ્રજાપતિ જણાવ્યુ હતું કે આજે મારા દિકરાને સ્પીચ થેરાપીના 4 મહિના બાદની મારા દીકરાની બોલવા તથા સંભાળવાની પરિસ્થિતિ જોઈને અમારો પરિવાર ઘણો જ ખુશ છે. તેને સામાન્ય બાળકોની શાળામાં ભણવાનું શરૂ કરાવી શક્યા છીએ. આ બધુ શક્ય બન્યું માત્ર અને માત્ર સરકારની શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લીધે. જેના અમે ખુબ ખુબ આભારી છીએ. (અહેવાલ- મૌલિક દવે,પાટણ)

અન્ય સમાચારો પણ છે...