શંખેશ્વર: ખુલ્લી બારીમાંથી ઘૂસી તસ્કરો 4.96 લાખની મતા ચોરી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર: શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે હાઇવે રોડ પર આવેલ પ્લોટ વસાહત વિસ્તારમાં રહેતા ખેડૂતના બંધ મકાનમાં ભૂલથી બારી ખુલ્લી રહી જતાં કોઇ તસ્કર ઘરમાં ઘુસીને તિજોરીમાંથી રૂ.4,96,500ની માલમત્તાની કિંમતના આભૂષણો અને રોકડ રકમ તફડાવી જતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. ઘટનાના પગલે પોલીસ અધિક્ષકે પણ મુલાકાત લઇ પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.


શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે  હાઇવે પર આવેલ પ્લોટ વસાહતમાં આશરે દોઢસો જેટલા પરિવારોનો વસવાટ છે. જેમાં ગોહીલ નાડોદા નરસંગભાઇ બેચરભાઇ બુધવારે સવારે તેમના મામાના દિકરા ભાઇ સાથે દશાડા ગામે ગયા હતા અને ત્યાંથી મહેસાણા ખોડીયાર માતાને ચડાવવાની ઘાણીક રવા માટે તલ, ખાંડની ખરીદી કરવા ગયા હતા. તેમના પત્ની ઘર બંધ કરીને ખેતરે ગયા હતા અને દિકરો પાટણ  ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી પર ગયો હતો. નરસંગભાઇ સાંજે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને બારી ખુલ્લી હતી.

 

તસ્કરોને ઝડપી પાડવા ડોગસ્કવેાડ અને એફએસએલની મદદ લેવાઈ

 

ઘરમાં જઇ તપાસ કરતાં તિજોરીના ખાના તૂટેલા હતા  અને અંદરથી વસ્તુઓ વેર વિખેર પડી હતી.જેથી ચોરી થયાનું જણાતાં શંખેશ્વર પોલીસ મથકે જાણ કરતાં પીએસઆઇ જે.અેમ.ખાંટે સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. ડોગસ્કવેાડ અને એફએસએલની મદદ લેવાઈ છે. શુક્રવારે જિલ્લા પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણે ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ કરવાની સાંત્વના આપી હતી.  

અન્ય સમાચારો પણ છે...