પાટણ: 25 વર્ષથી લૂંટના ગુનામાં નાસતો ફરતો ગણવાડાનો શખ્સ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: છેલ્લા 25 વર્ષથી પાલનપુરના લૂંટના ગુનામાં નાસતા ફરતા સિદ્ધપુરના ગણવાડાના શખસને ગામની સીમમાંથી પેરોલ ફલો સ્ક્વોડે પકડી પાડ્યો હતો. પાલનપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં છેલ્લા 25 વર્ષથી સિદ્ધપુરના ગણવાડા ગામનો સિદીકહયાત સિંધી (ડફેર)નાસતો ફરતો હતો. આ શખસ ગણવાડાની સીમમાં છુપાયેલો હોવાની બાતમી મળતા પેરોલ ફલો અને એસ.ઓ.જીની ટીમે બાતમી આધારે કોર્ડન કરી તે શખસને સીમમાંથી પકડી લીધો હતો.  આ શખસની પોલીસે પૂછપરછ કરતાં તે 1993ની સાલમાં પાલનપુરમાં લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. શખસને પાલનપુર પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...