તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ગંદાપાણી શુદ્ધિકરણનો રૂ. 8.50 કરોડનો પ્લાન્ટ તૈયાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ:પાટણ શહેરમાં માખણીયા ઓક્સીડેશન પોન્ડમાં નિકાલ થતા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવાનો પ્લાન્ટ રૂ.8.5કરોડના ખર્ચે તૈયાર થઇ ગયો છે. જે વીજ જોડાણ મળ્યા બાદ કાર્યરત થઇ જશે. આ પ્લાન્ટનું પાણી આસપાસના ખેતરોમાં સિચાઇ માટે આપવામાં આવનાર છે. શહેરના માખણીયા વિસ્તારમાં રાજ્યના જીયુડીસી દ્વારા સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વર્ષમાં તૈયાર કરાયો છે.
રાજ્યમાં જર્મન એસબીઆર ટેકનોલોજીના ઉપયોગ સાથેનો પાટણનો પ્લાન્ટ પ્રથમ છે
પ્લાન્ટ ઇન્ચાર્જ પ્રિતેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં જર્મન એસબીઆર ટેકનોલોજીના ઉપયોગ સાથેનો પાટણનો પ્લાન્ટ પ્રથમ છે. જ્યાં ગંદા પાણી સાથે આવતા મળને અલગ તારવી તેને ટ્રીટમેન્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરી શકાશે.પાલિકા પ્રમુખ જાગૃતીબેન પટેલે જણાવ્યું કે, વીજજોડાણની માંગણી કરાઇ છે. જે કાર્યવાહી સત્વરે પૂર્ણ થશે.
ગંદુ પાણી માખણીયાના ઓક્સીડેશન પોન્ડમાં ઠલવાય છે
શહેરમાંથી રોજ 12 એમએલડી (મિલિયન લિટર પર ડે) ગંદુ પાણી માખણીયાના ઓક્સીડેશન પોન્ડમાં ઠલવાય છે. જ્યાંથી ડીઝલ ફાઇટર મશીનથી આ પાણી 32 ખેડૂતો ખેતીમાં ઉપયોગ કરે છે. જેમાં પાલિકાને પ્રતિ વર્ષ મશીન દીઠ વાર્ષિક રૂ.12 હજાર લેખે કુલ રૂ.4 લાખની આવક થાય છે.
25 મિલિયન લિટર પાણીની ક્ષમતાનો પ્લાન્ટ છે
આગામી 20 વર્ષની વસતીને ધ્યાને લઇને રોજ 25 એમએલડીની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવાયો છે. પ્લાન્ટથી અંદાજે 2.5 કિમી સુધી ઇરીગેશન કેનાલ સુધી પાઇપલાઇન નખાય તો વધુ ખેડૂતોને પાણીનો લાભ મળી શકે તેમ છે. આ વ્યવસ્થા માટે પાલિકા દ્વારા જીયુડીસીને પત્ર પણ લખાયો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો