તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે ઝડપાઈ 45 મોબાઈલ ચોરી કરનારી ગેંગ, ૩ શખ્સ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણના તિરૂપતિ બજારમાં આવેલ રાહત મોબાઇલ શોપ નામની દુકાનમાં રૂ. 5.27 લાખના મોબાઈલ ફોનની ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં સંડોવાયેલા ડીસા તાલુકાના મોટા સમૌ ગામના ત્રણ શખ્સોને પાટણ એલસીબી પોલીસ દ્વારા  બાતમી આધારે ભાટસણ ગામ નજીકથી પકડી પાડવામાં આવ્યા છે. પાટણના સિદ્ધપુર ચોકડી નજીક આવેલા તિરૂપતિબજારની રાહત મોબાઈલ દુકાનમાં ગત 22 ઓગસ્ટે રાત્રી ના સમયે તસ્કરોએ તાળા તોડી રૂ.5,27,980 કિંમતના  45  મોબાઈલ ચોરી ગયા હતા.

કેવી છે ઘટના ?

આ ઘટનામાં એલસીબી પોલીસે બાતમીના આધારે ભાટસણ ગામ પાસે થી બાઇક પર ચોરીના મોબાઇલ વેચવા માટે નિકળેલાડીસા તાલુકાના અમરાણીપુરા સમૌના જબારસિંહ ભારતસિંહ જાદવ,મોટા સમૌના રાજૂસિંહ મોહનસિંહ જાદવ અને સંજયસિંહ સુરજજીને પકડી પાડયા હતા. તેમની પાસેથી 45 નંગ મોબાઇલ મળી આવતા પોલીસે તેમની પૂછપરછ કરતાં પાટણથીચોરી કર્યાનું જણાવ્યું હતું. તે શખસો પાસેથી ઇયરફોન, ચાર્જર, કવર મળી કુલ રૂ. 491300નો  મુદામાલ કબજે કર્યો હતો. આ આરોપીઓને શહેર બી ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવતાં જેમના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હત

ATM તોડવાનો પ્રયાસ કર્યો    

એક માસ અગાઉ જબારસિંહ,રાજુસિંહ અને સમૌના કિર્તિસિંહ ભારતસિહ જાદવે સિધ્ધપુરના કુંવારામાં કોર્પોરેશન બેન્કનું ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત સમૌ ગામે શાળામાંથી 10 નંગ કોમ્પ્યુટરની ચોરી કર્યાની કબૂલાત કરી છે તેવું પાટણના પોલીસ અધિક્ષક  એ.જી.ચૌહાણે જણાવ્યું હતું.
 
તમામ તસવીરો સુનિલ પટેલ
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...