પાટણ પાસે ભયાનક અકસ્માતઃ બેના ઘટનાસ્થળે મોત, મૃતદેહના ટૂકડા કોથળામાં લઇ જવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ- સિદ્વપુર હાઇવે પર ડેર અને ચડાસણા ગામ વચ્ચે સોમવારે રાત્રે 9 વાગે લકઝરી અને કેન્ટેનર તેમજ રિક્ષા અને બાઇક એમ ચાર સાધનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિ મોત નિપજ્યાં હતા. જ્યારે 14 વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમા લક્ઝરી અને કન્ટેનરના ડ્રાઇવરના કેબિનનો ખુડદો બોલી ગયો હતો. બંને ડ્રાઇવરના મોત થયા હતા, જ્યારે કન્ટેનરના ડ્રાઇવરની લાશ કેબિનનો કાટમાળ ઉંચો કરીને બહાર કાઢવામાં આવી હતી.

લક્ઝરી અને કન્ટેનરના ડ્રાઇવર કેબિનનો ખુડદો

પાટણ-સિદ્વપુર હાઇવે પર રાત્રે 9 વાગ્યા સુમારે લકઝરી બસ (જીજે 11 એક્સ 0902) સિદ્વપુર તરફ જઇ રહી હતી. જ્યારે સામે આવી રહેલા કન્ટેનર (જીજે 12 યુ 6717) તેમ બંને વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનેરની પાછળ આવતા બાઇક અને રિક્ષા ( જીજે 2 વીવી799) પણ કન્ટેનર સાથે અથડાઇ પડ્યા હતા. જેમાં લકઝરી બસના તમામ કાચ વગેરે તૂટી ગયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતાં. ઘટના જાણ થતા જ ડેર, ચડાસણા અને દિયોદરડા ગામના લોકો દોડી આવ્યા હતા.

અકસ્માતમાં લકઝરી બસની ડિઝલ ટેંક ફાટી

પાટણ -સિદ્વપુર અને સંડેરની 108 એમ્બ્યુલન્સને ફોન કરાતાં ઇજાગ્રસ્તોને ધારપુર સિવિલમાં ખસેડાયા હતા. ઘટના સ્થળે પાટણ, બાલિસણા અને સિદ્વપુર પોલીસ દોડી આવી હતી. ક્રેન મારફતે વાહનોને હટાવવાની અને અન્ય બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે લકઝરી બસના ટાયર અલગ હતા અને ડિઝલ ટેંક ફાટી ગઇ હતી તેમજ સ્પેરપાર્ટસ રોડ ઉપર પથરાઇ ગયા હતા. ઘટનાને પગલે સિદ્વપુર અને પાટણ તરફથી આવતા વાહનોને રોકી રાખવામાં આવ્યા હતા.
(તસવીરો: સુનિલ પટેલ, પાટણ)
અકસ્માતની તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો......
અન્ય સમાચારો પણ છે...