રાધનપુર-પાટણના 17 ઉમેદવારોએ ખર્ચ રજૂ ન કરતાં નોટિસ અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાઈલ ફોટો

 

પાટણ: પાટણ જિલ્લાની ચાર વિધાનસભાના ઉમેદવારોને તેમણે કરેલા ખર્ચના હિસાબો ચૂંટણી અધિકારી સમક્ષ તપાસણી માટે રજૂ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. પરંતુ રાધનપુરના 16 અને પાટણના એક ઉમેદવારે હજુ સુધી ચૂંટણી ખર્ચના રજિસ્ટર રજૂ કર્યા ન હોવાથી તંત્ર દ્વારા રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ભાજપના લવીંગજી સોલંકી સહિત કુલ 17 ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે.

 

16 ઉમેદવારોએ સમય મર્યાદામાં તેમના ખર્ચના હિસાબ આપ્યા નથી


ચાણસ્મા અને સિદ્ધપુર વિધાનસભાના તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ તેમણે કરેલા ખર્ચના હિસાબો રજૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે રાધનપુર વિધાનસભામાં ર્ડા.વિષ્ણુ ઝુલા સહિત 10 અપક્ષ ઉમેદવારો અને ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના છ ઉમેદવારો મળી કુલ 16 ઉમેદવારોએ સમય મર્યાદામાં તેમના ખર્ચના હિસાબ આપ્યા નથી. જ્યારે પાટણ વિધાનસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવારે ખર્ચના હિસાબ રજૂ કર્યા નથી. ચૂંટણી અધિકારી દ્વારા 17 ઉમેદવારોને નોટિસ ફટકારી  ખર્ચ રજિસ્ટર રજૂ કરવા અલ્ટિમેટમ આપ્યું  છે તેવું જિલ્લા ચૂંટણી તંત્રના સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...