તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ધો. 10 -12 ની પરીક્ષામાં નવ છાત્રો કોપી કરતા ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ: માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં સતત પાંચમાં દિવસે પણ પાટણ જિલ્લામાંથી નવ પરીક્ષાર્થીઅો કોપી કરતા પકડાયા હતા. જેમાં ધોરણ 10 ના ગણિતના પેપરમાં સાત પરીક્ષાર્થીઓ અને ધોરણ 12 અર્થશાસ્ત્રના પેપરમાં બે પરીક્ષાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ટેબ્લેટ ના માધ્યમથી ઓનલાઇન નિરીક્ષણ કરતા હારીજ મોર્ડન સ્કુલમાં બે વિદ્યાર્થીઓની શંકાસ્પદ હિલચાલ જણાતા કેન્દ્ર સંચાલક પાસે તપાસ કરાવી બે વિદ્યાર્થીઓને કાપલીઓ સાથે પકડાયા હતા.

ધોરણ 10માં રાધનપુર કે.બી.વકીલ સ્કુલમાં બ્લોક નંબર 16 અને 14 માંથી બે પરીક્ષાર્થી પાટણના આનંદ પ્રકાશ સ્કુલમાં બ્લોનં 202 માંથી એક , શાંન્તી નિકેતન સ્કુલમાંથી બે અને હારીજ મોર્ડન સ્કુલમાંથી બે પરીક્ષાર્થીઓ મળીકુલ સાત જણા કાપલીઓ સાથે ખંડનિરીક્ષકના હાથે ઝડપાયા હતા. જયારે ધો-12 વિજ્ઞાન પ્રવાહ ગણિતના પ્રશ્નપત્ર માંપણ પરીક્ષાર્થીઓ મૂઝાવણમાં મૂકાયા હતા.     
 
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રમાં પણ પાટણની એમ.એન.હાઈસ્કુલમાંથી એક પરીક્ષાર્થીને ખંડ નિરીક્ષકે પુસ્તકમાંથી ફાડેલી કાપલી સાથે પકડી લીધો હતો. વારાહી સાર્વજનીક હાઇસ્કુલ માંથી તેજ શાળાનો એક છાત્ર કાપલી સાથે પકડાયો હતો.

બનાસકાંઠામાં ધો- 10 ના ગણિતના પેપરમાં સાત છાત્રો કોપી કરતા ઝડપાયા 
બનાસકાંઠા જિલ્લામાં લેવાઇ રહેલી બોર્ડની પરીક્ષામાં સોમવારે ધોરણ-10ના ગણીતના પ્રશ્નપત્રમા પાંથાવાડા, થરા, ખોડા અને વાવની પ્રાથમિક શાળાના કેન્દ્રોમાં કાપલીથી ચોરી કરતાં સાત પરીક્ષાર્થીઓ ગાંધીનગરથી થતાં મોનીટરીંગ દરમિયાન ટેબલેટથી ઝડપાઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો