શંખેશ્વર:જૈનતિર્થ શંખેશ્વર ખાતે રવિવારે પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ નવરત્ન સાગર સૂરીજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આચાર્ય ભગવંત શ્રી વિશ્વરત્ન સાગર સૂરીશ્વરજી મ.સા.નો ભવ્યાતિ ભવ્ય ચાર્તુમાસ પ્રવેશ થયો હતો. જેમાં 10 હજાર ભકતો સાથે 1 કિ.મી.લાંભી શોભાયાત્રા નિકળી હતી. શંખેશ્વર ખાતે ચાર્તુમાસ ઉપઘાનતપનું ભવ્ય આયોજન લાભાર્થી શ્રેષ્ઠી મણીયાર વેલજીભાઇ માણેકલાલ પરિવાર તરફથી કરવામાં આવ્યુ છે. જેમાં 700 યાત્રિકો ચાર્તુમાસમાં જોડાયા છે.
જેમનો રવિવારે ભવ્ય ચાર્તુમાસ પ્રવેશ આચાર્યદેવ વિશ્વરત્ન સાગર સૂરીજી મહારાજા આદિ 50 સાધુ સાધ્વીજી ભગવતો સાથે ભવ્ય ચાર્તુમાસ પ્રવેશ યોજાયો હતો. જેમની સવારે 9 કલાકે વિશાળ શોભાયાત્રા નિકળી હતી. જે વાજતે ગાજતે નગરની પ્રદિક્ષણા ફરી મુખ્ય દેરાસર થઇ આગમમંદિર ખાતે બનાવેલ વિશાળ અભ્યુદયનવરત્ન વાટીકા નગરી પહોંચી હતી. જયાં (151 કળશ સાથે) મણીયાર પરીવાર ધ્વારા જૈનાચાર્યનું ભવ્ય ગહુલી સાથે પૂજન કરી પ્રવેશ કરાવ્યો હતો.
ચાર્તુમાસ પ્રવેશમાં સુરત કચ્છ વાગડ મુંબઇથી 10 હજાર જેટલા ગુરૂભક્તો અને અગ્રણીઓ ઇશ્વરભાઇ મણીયાર, અશોકભાઇ મણીયાર જૈન સંધોના ટ્રસ્ટીઓ કચ્છ વાગડ જૈન સંધોના ટ્રસ્ટી મંડળો અને સુરત હિરા બજાર કલોથ માર્કેટ ના વેપારી ઉદ્યાગ પતિઓ જોડાયા હતા.ભવ્ય શોભાયાત્રામાં પંજાબનું પ્રખ્યાત બેન્ડ રાજસ્થાન બેન્ડ ઢોલ નાસીક ઢોલ સૌરાષ્ટ્રની વિવિધ રાસમંડળી બગીઓ જોડાઇ આકર્ષણ જમાયું હતું. જયારે પ્રાચીન ભારતીય આર્યસંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ નવરત્ન મહિલામંડળ કચ્છ વાગડ સુરત ધ્વારા રજુ કરવામાં આવી હતી.
શંખેશ્વરના આગમ મંદિર ખાતે સોમવારે ચૌદસથી જૈન ચાર્તુમાસ નો પ્રારંભ થશે જેમાં 700 આરાધકો ચાર્તુમાસ તપ આરાધના કરશે જયારે ચાર્તુમાસ પૂર્ણાહુતિ બાદ ઉપધાનતપ યોજાશે.ઉપધાન તપ અને ચાર્તુમાસનો તમામ લાભ શંખેશ્વરના શ્રેષ્ઠી મણીયાર વેલજીભાઇ માણકલાલ પરીવાર ધ્વારા લેવામાં આવ્યો છે ચાર્તુમાસમાં ભવ્ય નગરીઓ બનાવામાં આવી છે.જેમાં વ્યાખ્યાન નગરીમાં જૈનાચાર્યનું વ્યાખ્યાન યોજાશે.