તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ ઉત્તર ગુજરાત યુનિ.માં 1.86 કરોડનો ભ્રષ્ટાચાર, 2 ઇજનેરો સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદાસ્પદ કન્વેન્સન સેન્ટર, આર્કિટેક ફેજ-2, સિલ્વર જ્યુબિલી પાર્ક તેમજ ગેસ્ટ હાઉસના કામોમાં થયેલા રૂ.1.86 કરોડના ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટીએ યુનિવર્સિટીના નાયબ કાર્યપાલક ઇજનેર ભૂપેન્દ્ર પટેલ અને કે.બી.ગજજરને દોષિત ઠરાવતાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ કોન્ટ્રાકટરોને  ચૂકવાયેલા  વધારાના નાણાં 18 ટકા દંડનીય વ્યાજ સાથે વસુલ કરવાનો નિર્ણય  મંગળવારે યોજાયેલી કારોબારી બેઠકમાં લેવાતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, તપાસ કમિટીએ તત્કાલીન હિસાબી અધિકારી અને કા. કુલસચિવને આરોપમુકત જાહેર કર્યા છે.

યુનિવર્સિટીમાં કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિના અધ્યક્ષ પદે મળેલી ઇસીની બેઠકમાં વર્ષ 2011-12માં સત્યમ્ કન્સ્ટ્રકશન મહેસાણા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં બનાવેલા કન્વેન્શન સેન્ટર, આર્કિટેક ફેઝ- 2 તેમજ સિલ્વર જ્યુબિલીપાર્કની કામગીરીમાં તેમજ કે.આર. સવાણી કન્સ્ટ્રકશન ગાંધીનગરે બનાવેલા ગેસ્ટ હાઉસની કામગીરીમાં ગેરરીતિ આચરાઇ હતી. જેને લઇ પૂર્વ સચિવ પી.કે. લહેરીના નેતૃત્વમાં રચાયેલી તપાસ કમિટીનો રિપોર્ટ ગત કારોબારી સભામાં રજૂ કરાયો હતો. પરંતુ ઇજારદારોએ અસંમતી દર્શાવતા તમામ કામના માપ ફરીથી તેમને સાથે રાખી તેમની  સહીઓ લેવાઇ હતી. 

જે પુન: માપણીમાં  કન્વેન્સન સેન્ટર,આર્કિટેક ફેજ-2, સિલ્વર જયુબિલી પાર્ક તેમજ ગેસ્ટ હાઉસના કામમાં મળી કુલ રૂ.1,86,05,122-61ની રકમ ચાઉં કરાઇ હતી. આ કોન્ટ્રાકરો સાથે યુનિવર્સિટીના ઇજનેર ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ ગજજરે પણ ખોટા મેજરમેન્ટ બનાવી ગેરરીતિમાં ભાગ ભજવ્યો હોઇ ઇસીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઇ બંને ઇજનેરોને  તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા હુકમ કરાયા છે. તેમજ કારણદર્શક નોટિસો આપી ખુલાસા માગ્યા છે. જ્યારે ગેરરીતિ આચરનારા સત્યમ કન્સ્ટ્રકશન મહેસાણા તેમજ કે.આર.સવાણી કન્ટ્રકશન ગાંધીનગરને  યુનિવર્સિટીએ ચૂકવેલા વધારાના નાણાંની રકમ 18 ટકા દંડનીય વ્યાજ સાથે જમા કરાવવા નોટિસો અપાઇ છે. 

જો સમય મર્યાદામાં બંને કોન્ટ્રાકટરો નાણાં જમા નહીં કરાવે તો પોલીસ ફરિયાદ કરી  બ્લેક લિસ્ટમાં મુકવામાં આવશે. તપાસ સમિતિએ  તે વખતના કાર્યકારી કુલસચિવ અને હિસાબી અધિકારીને આરોપમુકત દર્શાવાયા છે. ખાસ કિસ્સામાં મળેલી ઇસી બેઠકમાં કાર્યકારી કુલસચિવ ડો.ડી.એમ.પટેલ, ઇસી મેમ્બર્સ શૈલેશ પટેલ, દિલીપ ચૌધરી, નિશિથ ભટ્ટ, સચીન પટેલ, જે.સી.પટેલ, પિનાકિન ત્રિવેદી, સંજય શાહ, જે.જે.વોરા, સુધિર જોષી, લલીત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કન્વેન્શન સેન્ટરના બાકીના કામ નવા ટેન્ડરથી અપાશે
ઇસીની બેઠકમાં કન્વેન્સન સેન્ટરની બાકી કામગીરી પૂર્ણ કરવા એસ.કે. ટ્રસ્ટ દ્વારા મળેલા રૂ.એક કરોડના દાન તેમજ યુનિ.ના સ્વભંડોળમાંથી રૂ.50 લાખ મળી નવું ટેન્ડર બહાર પાડી કામ ઝડપી પૂર્ણ કરાશે તેમ કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો