• Gujarati News
  • ૧૦૮ના ર૩ કર્મીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા

૧૦૮ના ર૩ કર્મીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે સોમવારે ૧૦૮ ઇમરજન્સી પ્રેરીત ઇએમટી અને પાયલોટ ડે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ઇમરજન્સી કેર બુકનું વિમોચન કરાયું હતું. જયારે વર્ષ દરમિયાન ઇએમટી અને પાયલોટ ભાઇએ સર્વોત્તમ કામગીરી કરી હોય તેવા છ જિલ્લાના ર૩ કર્મચારીઓને વિવિધ એવોર્ડ અપાયા હતા.
પાટણ ખાતે યોજાયેલ ૧૦૮ ઇમરજન્સી એવોર્ડની ઉજવણી પ્રસંગે પાટણ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લાના કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં પાટણ જિલ્લા કલેકટર એચ.એન.ઠક્કર, અમદાવાદ ઇમરજન્સીના એચઆરહેડ બાબુ થોમસ, જિતેન્દ્ર મહારાજ, બળદેવભાઇ દેસાઇ સહિત છ જિલ્લાના ૧૦૮ કર્મચારીઓ હાજર રાાં હતા.કર્મચારીઓને જિલ્લા કલેકટરના હસ્તે શિલ્ડ, મોમેન્ટો અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. જેમાં ઇમરજન્સી કેરના ૫, બેસ્ટ પાયલોટના ૬, કેએમએલપીના ૬, ખીલખીલાટ વાન ૧, ઓનેસ્ટી ૪ અને નિબંધ સ્પર્ધામાં ૧ એમ કુલ મળી ર૩ કર્મચારીઓનું સન્માન કરાયું હતું.
છ જિલ્લાના ર૩ કર્મચારીઓને કલેકટરના હસ્તે એવોર્ડ અપાયા હતા. (સુનિલ પટેલ)