• Gujarati News
  • વારાહીમાં ભૂગર્ભ ગટરના પાણીની ગંદકીથી રહીશો પરેશાન

વારાહીમાં ભૂગર્ભ ગટરના પાણીની ગંદકીથી રહીશો પરેશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેવાડાના સેન્ટર વારાહીમાં ભૂગર્ભ ગટરનું કામકાજ બે વર્ષ પૂર્વે શરૂ થયું હતું. પરંતુ માંડ ૪૦ ટકા જેટલું જ કામ થયું છે અને બાકીના કામના ઠેકાણા નથી. પરિણામે મુખ્ય બજારમાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.
વારાહીના ગામલોકોની ફરીયાદ મુજબ ગામના હાઇવેથી બસમાંથી ઉતરતાં જ પગ ગટરના ગંદા પાણીમાં પડે છે. ગામમાં ગમે તે વિસ્તાર કે રસ્તેથી પસાર થતાં ગટરનું ગંદુ પાણી આગળને આગળ જ હોય છે. ગટરનું કામ લાંબા સમય પછી પણ પૂરુ કરવામાં આવ્યું નથી. જે અંગે જાગૃત અગ્રણી પૂર્વ ટીડીઓ મનુભાઇ ઠક્કર દ્વારા મુખ્ય મંત્રીના ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરાઇ હતી. સરપંચ હાજીભાઇ મલેક દ્વારા કલેકટર, ડીડીઓ, ટીડીઓ એમ વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઇ નક્કર પરિણામ આવ્યું નથી તેવું ગામના યુવા સામાજિક કાર્યકર સંજય હાલાણીએ જણાવ્યું હતું. તેઓએ પણ વિવિધ સ્તરે રજૂઆતો કરી છે.