• Gujarati News
  • ધારપુરના યુવકને લગ્નનો ચસકો ભારે પડ્યો

ધારપુરના યુવકને લગ્નનો ચસકો ભારે પડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણતાલુકાના ધારપુર ગામના યુવક પાસેથી ચાર શખ્સોએ રૂ. 70 હજારની રોકડ લગ્નના અવેજ પેટે લઇને ભરૂચના વાઘરા ગામની એક યુવતી સાથે લગ્ન કરાવ્યાં હતા. પરંતુ લગ્નના એક માસ બાદ તેઓ યુવતીને લઇ રફ્ફુચક્કર થઇ જતાં લગ્નને બહાને યુવક સાથે છેતરપિંડી કરવાના મામલામાં પાંચ આરોપી વિરુદ્ધ ફરીયાદ દાખલ થવા પામી હતી.

ધારપુર ગામના જ્યંતીભાઇ અમરાભાઇ પરમારે અમદાવાદના દિલીપસિંહ રાજુભાઇ ઝાલાની ઓળખાણથી ભરૂચ જિલ્લાના વાઘરા ગામની એક યુવતી સંગીતા ઉર્ફે સપના મગનભાઇ વસાવા સાથે લગ્ન કરવાનું નક્કી થયું હતું. લગ્નના અવેજ પેટે રૂ. એક લાખ આપવાના હતા. બાદમાં બે મહિલાઓ અને એક પુરુષ તે યુવતીની સાથે 30 જુલાઇ ર014ના રોજ મેલડી માતા મંદીરે આવી પહોંચ્યા હતા અને જ્યંતીભાઇએ લગ્ન કર્યા હતા. તેમજ રૂ. 70 હજાર રોકડા આપી દીધા હતા તેમજ યુવતીનું ચૂંટણીકાર્ડ આવ્યા પછી આપવાના હતા પરંતુ લગ્નના એક માસ બાદ 8 અોગસ્ટે જ્યંતીભાઇ ખેતરે ઘાસચારો લેવા ગયા હતા ત્યારે અમદાવાદનો દિલીપસિંહ ઝાલા આવીને સંગીતાને બાઇક પર બેસાડી રફ્ફુચક્કર થઇ ગયો હતો.

આરોપીઓ

સંગીતાઉર્ફેસપના મગનભાઇ વસાવા, રહે. વાઘરા

દિલીપસિંહરાજુભાઇઝાલા, રહે. અમદાવાદ

નટુભાઇનગીનભાઇવસાવા, રહે. સિંધીયાપુરા તા. ડભોઇ

સવિતાબેનઅરવિંદભાઇવસાવા, પાલેજ જિ. ભરૂચ

સંગીતાબેનરમેશભાઇવસાવા, ભરૂચ