• Gujarati News
  • સોઢવ ગામે પ્રાથમિક શાળાના સંકુલમાં સગીરા પર બળાત્કાર

સોઢવ ગામે પ્રાથમિક શાળાના સંકુલમાં સગીરા પર બળાત્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ તાલુકાના સોઢવ ગામે સોમવારે રાત્રે એક હવસખોર શખસે ગામની એક ૧૫ વર્ષિય સગીરાને પ્રાથમિક શાળાના સંકુલમાં ખેંચી જઇ તેમાં આવેલી બાલમંદિરની ઓરડીમાં તેણી પર બળાત્કાર ગુજારતાં આ ઘટનાથી ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. હવસખોર શખ્સ ફરાર થઇ ગયો હતો તેની સામે ફીટકાર પ્રવર્તી રાો હતો.
સોઢવ ગામે ૧૫ વર્ષિય સગીર સોમવારે રાત્રીના આઠ વાગ્યાના સમયે તેના મોટા બાપાના ઘરેથી પાછળના ભાગે આવેલ તેના ઘરે જવા નીકળી હતી. તે વખતે મૂળ સોઢવ ગામનો વતની અને હાલ જૂના માંકા ગામે રહેતો પિન્ટુજી ચંદુજી ઠાકોર એકલતાનો લાભ ઉઠાવી સગીરાને તેના ઘરની નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના સંકુલમાં બળજબરીપૂર્વક ખેંચી ગયો હતો અને સંકુલની અંદર બાલમંદિરની ઓરડીના ભાગમાં લઇ જઇ તેણી પર બળાત્કાર કર્યોહતો.
બાદમાં તે નાસી છૂટયો હતો. મંગળવારે વહેલી સવારે પ કલાકના અરસામાં તેણી ઘરે પહોંચી હતી અને તેના પરીવારજનોને હકીકત જણાવતાં તેઓ ચોંકી ગયા હતા. બાદમાં આ અંગે સગીરાની માતાએ હારીજ પોલીસ મથકે શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી. તે હવસખોર શખ્સને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
હારીજ અને ધારપુર ખાતે મેડીકલ ચેકઅપ કરાયું : પોલીસ
તપાસ અધિકારી પીએસઆઇ પી.કે.પટેલે જણાવ્યું હતું કે, ઘટના સમયે સગીરાએ પહેરેલા કપડાં કબજે લેવામાં આવ્યાં છે. હારીજ સરકારી હોસ્પિટલ અને ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે સગીરાનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું છે તેમજ આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરાઇ છે.